Site icon

રિલાયન્સની કમાન નવી જનરેશનના હાથમાં-રિલાયન્સ રિટેલના નવા બોસ હશે અંબાણી પરિવારના આ સભ્ય-જાણો વિગત

News Continuous Bureau | Mumbai 

એશિયાના સૌથી ધનાઢ્ય(Asia's richest) પરિવાર અંબાણી પરિવારમાં(Ambani family) હવે ઉત્તરાધિકારીઓને કંપનીઓની કમાન સોંપવાનું ચાલુ થઈ ગયું છે. Bloombergના એક રિપૉર્ટ મુજબ મુકેશ અંબાણીએ(Mukesh Ambani) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કૉન્ગલોમરેટના(Reliance Industries Conglomerate) અનેક ઑપરેશનનો ભાગ બનેલી તેમની દીકરી ઈશા અંબાણીને(Isha Ambani) રિટેલ યુનિટ(Retail unit)Reliance Retailની ચેરમેન એટલે કે અધ્યક્ષા બનાવાનો નિર્ણય લીધો છે. બહુ જલદી તેની સત્તાવાર  જાહેરાત(Official announcement) કરવામાં આવે એવી શક્યતા છે.

Join Our WhatsApp Community

મંગળવારે ઈશાના ટ્વિન્સ ભાઈ આકાશ અંબાણીને(Akash Ambani) ટેલીકૉમ યૂનિટના(Telecom unit) ચેરમેન બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. ઈશા અંબાણી અને આકાશ અંબાણી બન્ને મેટા પ્લેટૉર્મ(Meta platform) સાથે ઇન્વેસ્ટની ડીલમાં(investment deal)રિલાયન્સનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.

રિલાયન્સ રિટેલ(Reliance Retail) અને રિલાયન્સ જિઓ (Reliance Jio) રિલાયન્સ ગ્રુપની(Reliance Group) સબ્સિડિયરીઝ(Subsidiaries) છે. 217 બિલિયન ડૉલરની વેલ્યૂ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કૉન્લોમરેટની ફ્લેગશિપ કંપની છે. મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન(Chairman) અને મેનેજિંગ ડિરેક્ટર(Managing director) છે.

આ સમાચાર પણ વાંચો :  સહકારી બેંકના ગ્રાહકો માટે ખુશખબર- સરકારની આ યોજનાનો તેમને પણ મળશે લાભ-જાણો વિગત

મુકેશ અંબાણીની 30 વર્ષની દીકરી ઈશાએ Relianceમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાની જગ્યા બનાવી છે. ઈશા રિલાયન્સ રિટેલ અને જિઓના ઑપરેશનમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. ઈશા 2014માં રિલાયન્સ રિટેલ અને જિઓની બૉર્ડ ડિરેક્ટર બની હતી. ઈશાએ 2015માં આકાશ સાથે જિઓ 4G લૉન્ચ કર્યું અને 2020માં રિલાયન્સ AGM હોસ્ટ કર્યું. 2015માં એશિયાની 12 પાવરફુલ બિઝનેસવિમેનની યાદીમાં પણ તેનો સમાવેશ થયો હતો અને 2008માં બીજી સૌથી યંગ અરબપતિ મહિલા ઉત્તરાધિકારી તરીકે પસંદગી પામી હતી.

મુંબઈની ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી(Dhirubhai Ambani International School) સ્ટડી કર્યા પછી ઈશા અંબાણીએ USની પ્રતિષ્ઠિત સ્ટેનફોર્ડ(Stanford) અને યેલ યૂનિવર્સિટીમાંથી(Yale University) હાયર સ્ટડીઝ કરી. ઈશા અંબાણીએ રિલાયન્સ સાથે જોડાતાં પહેલા ન્યૂયૉર્કની(New York) મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ફર્મ(Management Consulting Firm) Mckinsey & Company સાથે બિઝનેસ એનાલિસ્ટ(Business Analyst) તરીકે કામ કર્યું હતું. 2018માં ઈશાનાં લગ્ન ફાર્મા કંપની(Pharma Company) પિરામલ ગ્રુપ્સના આનંદ પિરામલ(Anand Piramal) સાથે થયા હતા. 
 

Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version