Site icon

મોંઘવારીનો માર- મુંબઈગરા તૈયાર રહેજો- રીક્ષા-ટેક્સીના વધુ ભાડા ચૂકવવા

News Continuous Bureau | Mumbai

પહેલાથી મોંઘવારી(Inflation) મારમાં પીસાઈ રહેલા સામાન્ય નાગરિકોના(Common citizens) ખિસ્સાને વધુ ફટકો પડવાનો છે. ટેક્સી અને ઓટોરીક્ષાના ભાડા(Taxi and Autorickshaw Fares) વધારવાની માંગણી સાથે ટેક્સીવાળાઓએ(Taxi drivers) 15 સપ્ટેમ્બરથી હડતાળની જાહેરાત કરી હતી. સરકારે જોકે ભાડું વધારવાનું આશ્વાસન આપતા હડતાળ મોકુફ કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

ઈંધણના ભાવમા(Fuel prices) વધારો થયો હોવાથી ટેક્સીવાળાના યુનિયન(Taxi Union) દ્વારા સતત ભાડું વધારવાની માંગણી કરવામાં આવી રહી હતી. સરકાર તેના તરફ દુલર્ક્ષ કરી રહી હતી. તેથી ટેક્સીયુનિયને 15 સપ્ટેમ્બરથી હડતાળની જાહેરાત કરી હતી. જોકે સરકાર સાથે બેઠક થયા બાદ તેમા ભાડુ વધારવાને લઈને આશ્વાસન આપવામાં આવ્યું હતું. 
આગામી દસ દિવસમાં ભાડા વધારાને લઈને સરકાર નિર્ણય લેવાની છે. તેથી ટેકસીવાળાએ હડતાલ રદ કરવાની જાહેરાત કરી હતી. 

આ સમાચાર પણ વાંચો :મુંબઈના ઝવેરી બજારમાં EDનો દરોડો- ખાનગી લોકરમાંથી જપ્ત કર્યો સોના ચાંદીનો જથ્થો- કિંમત જાણી ચોંકી જશો

અહીં ઉલ્લેખનીય છે કે ટેક્સીનું મિનિમમ ભાડું 25 રૂપિયા છે, તેમાં 10 રૂપિયાનો વધારો કરીને તેને 35 રૂપિયાની કરવાની માંગણી કરવામાં આવી હતી. તો રિક્ષાનું મિનિમમ ભાડું 21 છે તેને 30 રૂપિયા કરવાની માગણી કરવામાં આવી હતી. સરકારે(government) ભાડું વધારવાનું આશ્વાસન આપ્યું છે, તેથી બહુ જલદી મુંબઈગરાને ખિસ્સાને વધુ માર પડવાનો છે.

 

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version