Site icon

અદાણી જૂથની આ ત્રણ મોટી વિદેશી રોકાણકાર કંપનીનાંઍકાઉન્ટ ફ્રીઝ થયાં; શૅરના ભાવમાં ૧૫ ટકાનો કડાકો, જાણો શું છે સમગ્ર મામલો

Seven Adani stocks lose about 100 billion dollar in m-cap in six days

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૪ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણ કરનારી 3 વિદેશી કંપનીઓનાંઍકાઉન્ટ નૅશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL)એ ફ્રિઝ કરી દીધાં છે. આ ઘટનાની સાથે અદાણી ગ્રુપના શૅર્સના ભાવ 10થી 15 ટકા ગબડી ગયા હતા. આ વિદેશી ફંડિંગ કંપનીઓએ અદાણી જૂથની વિવિધ કંપનીઓમાં કુલ 43,500 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. NSDLની વેબસાઇટ પર આ ઍકાઉન્ટ્સ 31 મેએ કે એની પહેલાં ફ્રીઝ થયા હોવાની વાત કહેવામાં આવી છે.

આ ત્રણ કંપનીઓ એલ્બ્યુલા ઇન્વેસ્ટમેન્ટ ફંડ, ક્રેસ્ટા ફંડ અને APMS ફંડનાંઍકાઉન્ટ NSDLએફ્રીઝ કર્યાં છે. હવે આ કંપનીઓ પોતાના ખાતામાં ઉપલબ્ધ શૅરનું વેચાણ અથવા નવા શૅરની ખરીદી કરી શકશે નહિ. એક મીડિયાના અહેવાલ મુજબ આ કંપનીઓની માલિકી વિશે પૂરતી જાણકારી ન આપવાને કારણે NSDL દ્વારા ઍન્ટી મની લૉન્ડરિંગ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

BMCનાં બેવડાં ધોરણને કારણે વેપારીઓને દંડ અને ફેરિયાઓને બખ્ખાં; જાણો, રવિવારે શું થયું

ઉલ્લેખનીય છે કે હજી સુધી અદાણી જૂથ તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. આ ત્રણેય કંપનીઓનું અદાણી એન્ટરપ્રાઇઝમાં 6.82 ટકા, અદાણી ટ્રાન્સમિશનમાં 8.03 ટકા, અદાણી ટોટલ ગૅસમાં 5.92 ટકા અને અદાણી ગ્રીનમાં 3.58 ટકાનું રોકાણ છે. આ ત્રણેય ફંડિંગ કંપનીઓ મોરેશિયસની હોવાની વાતો હવે ફરતી થઈ છે.

Benjamin Netanyahu: ભારત-ઇઝરાયલ મૈત્રી વધુ મજબૂત થશે; વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે
Crypto Market Crash: ક્રિપ્ટોકરન્સીમાં કોહરામ: રોકાણકારોની જંગી વેચવાલીથી બજાર તૂટ્યું, જાણો માર્કેટ ક્રેશ પાછળનું મોટું કારણ
India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version