Site icon

રિઝર્વ બૅન્ક ટૂંક સમયમાં લાવી રહી છે 100 રૂપિયાની નવી નોટ; જે ના તો ફાટશે અને ના તો પાણીમાં ગળશે

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ 100 રૂપિયાની નોટને વધુ ચમકદાર અને ટકાઉ બનાવવાનો નિર્ણય કર્યો છે. 

RBI વાર્નિશ પેન્ટ ચઢેલી 100 રૂપિયાની નોટની જાહેર કરવાની તૈયારીમાં છે. એ વાર્નિશ પેન્ટનો આપણે લાકડી અથવા લોખંડને પેન્ટ કરવા ઉપયોગ કરીએ છીએ. 

વર્તમાન નોટ જલદી ખરાબ થઈ જાય છે અને ફાટી જાય છે. જેના કારણે રિઝર્વ બૅન્કને દર વર્ષે લાખો- કરોડ રૂપિયાની મેલી અને ફાટેલી નોટને રિપ્લેસ કરવી પડે છે. 

ખાસ કરીને દર પાંચમાંથી એક નોટ દર વર્ષે હટાવવી પડે છે, જેની પર એક મોટી રકમ ખર્ચ થાય છે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે દુનિયાના કેટલાક દેશ પ્લાસ્ટિક નોટનો ઉપયોગ કરે છે.

સરકારે આપ્યો સંકેત, મુંબઈના વેપારીઓને આ રાહત મળી શકે; જાણો વિગત

Exit mobile version