Site icon

આજથી આ આઠ મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે, આના પર નહીં મળે હવે સબસીડી… જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

આજે પહેલી એપ્રિલથી શરૂ થયેલા નવા નાણાંકીય વર્ષમાં સામાન્ય માણસોના ગજવાને ભારે ફટકો પડવાનો છે. અનેક સરકારી નિયમોમાં ફેરફાર થયા છે, જેની સીધી અસર આવક, ખર્ચ અને રોકાણ પર પડવાની છે, જેમાં મુખ્યત્વે આજથી 800 જેટલી આવશ્યક દવા ના ભાવમાં 10.7 ટકાનો વધારો થઈ રહ્યો છે.

Join Our WhatsApp Community

2.5 લાખ રૂપિયાથી વધુ પ્રોવિડન્ટ ખાતામાં જમા કરવામાં આવેલા વ્યાજ પર આવકવેરો લાગશે. નવી જોગવાઈ મુજબ હવે વર્ચ્યુલ ડિજિટલ અથવા ક્રિપ્ટો કરન્સીના વેચાણથી થતા નફા પર 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે. 

પહેલી વખત ઘર ખરીદનારાઓને હોમ લોન પર 1.5 લાખથી વધારાની ટેક્સની છૂટ નહીં મળે. દવાનો ખર્ચ વધશે. 800થી વધુ દવાઓના ભાવમાં 10.7 ટકાનો વધારો થયો છે. પોસ્ટ ઓફિસમાં અનેક રોકાણ યોજના પર મળતું વ્યાજ હવે રોકડમાં ઉપલબ્ધ થશે નહીં. બચત ખાતું ખોલવું પડશે. હવે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ UPI અથવા નેટબેંકિંગ દ્વારા જ કરી શકાશે. ચેક, બેંક, ડ્રાફ્ટ વગેરે કામ કરશે નહીં. જે લોકો પેન અને આધાર કાર્ડ લિંક નહીં કરે તેમને આજથી દંડવામાં આવશે. હવે 2.5 લાખ રૂપિયાથી વધુના EPF ખાતામાં જમા વ્યાજ પર આવકવેરો લાગશે. જોકે સરકારી કર્મચારીઓ માટે આ મર્યાદા પાંચ લાખ રૂપિયા છે. રૂપિયા 45 લાખ સુધીનું એફોર્ડેબલ ઘર પહેલીવાર ઘર ખરીદનારાઓને હોમ લોનના વ્યાજ પર 1.5 લાખ સુધીના વધારાની કર કપાતનો લાભ નહીં મળે.

 આ સમાચાર પણ વાંચો : ગુડી પડવાએ બજારમાં સોનાની થશે ધૂમ ખરીદી, લગ્નસરાની ખરીદીનો નવા વર્ષના શુભ દિવસેથી થશે આરંભઃ ઝવેરી બજાર થશે ફરી ધમધમતુ.. જાણો વિગતે

એ સિવાય ખાનગી કંપનીઓ સાથે પણ જોડાયેલા અનેક નિયમમાં ફેરફાર થયો છે. જેમાં મોટી કાર નિર્માતાઓને આજથી તેમના વાહનોની કિંમતમાં વધારો કર્યો છે. ટાટા મોટર્સ, ટોયોટો, BMW સુધીની કારની કિંમતમાં 2.5થી 3.5 ટકાનો વધારો થઈ રહ્યો છે.

SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
UPI: NPCI એ વધારી P2M મર્યાદા, હવે UPI દ્વારા થશે આટલા લાખ રૂપિયા સુધીના વ્યવહાર, જાણો વિગતે
Make in India Maharashtra: ‘મેક ઇન ઇન્ડિયા’ને બળ: મહારાષ્ટ્રમાં વિદેશી કન્સલટન્સી પર પ્રતિબંધ, સ્થાનિક કંપનીઓને તક
Share Market: શેરબજારમાં તેજીનો પ્રારંભ: મામૂલી ઘટાડા બાદ સેન્સેક્સ-નિફ્ટીએ પકડી રફ્તાર
Exit mobile version