ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 6 એપ્રિલ 2021
મંગળવાર
પોતાની કમાણી વધારવા માટે મહારાષ્ટ્ર સરકારે સ્ટેમ્પ ડયુટીમાં ઘટાડો કર્યો હતો. ડયુટી પાંચ ટકાથી ઘટાડીને માત્ર બે ટકા કરવામાં આવી હતી અને ત્યારબાદ ત્રણ ટકા કરવામાં આવી હતી. જ્યાં સુધી સરકારે આ દર યથાવત રાખ્યા હતા ત્યાં સુધી દૈનિક 600 ફ્લેટ વેચાઈ રહ્યા હતા. માત્ર અમુક મહિનામાં સરકારને 2300 કરોડ રૂપિયાનો નફો થયો.
હવે સ્ટેમ્પ ડ્યુટી વધી જવાને કારણે એપ્રિલના પ્રથમ ત્રણ દિવસ દરમિયાન કુલ મળીને 540 જેટલા ફ્લેટ નું રજીસ્ટ્રેશન થયું છે. જેમાંથી સરકારને માત્ર 23 કરોડ રૂપિયા મળ્યા છે.
આ રીતે સરકારને સ્ટેમ્પ ડયૂટી વધારવાથી કોઇ ખાસ લાભ થયો નથી અને લોકોએ ફ્લેટ ખરીદવાના ઘટાડી નાખ્યા છે. જેની વિપરીત અસર અર્થતંત્ર પર પડશે.