Site icon

પડતા પર પાટુ-ઘરના ભાડા પર ભરવો પડશે આટલા ટકા GST- જાણો વિગત

News Continuous Bureau | Mumbai

તમે ઘર ભાડા(House rent) પર આપ્યું છે તો તમારા માટે મહત્વના સમાચાર છે. GST કાઉન્સિલ(GST Council) દ્વારા લાગુ કરાયેલા નવા GST ટેક્સ(GST Tax) બાદ સામાન્ય માણસના ખિસ્સાને બરોબરનો ફટકો પડવાનો છે. દેશભરમાં ઘર ભાડા પર 18 ટકા GST લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણય બાદ સામાન્ય લોકોએ નારાજગી વ્યક્ત કરી છે.

Join Our WhatsApp Community

ખાદ્યપદાર્થ(Food items) પર 18 ટકા GST ની સાથે જ ઘરના ભાડા પર GST લાગુ કરવામાં આવ્યો છે, તેથી લોકોમાં ભારે રોષ છે. જોકે ટેક્સ નિષ્ણાતોના(tax experts) કહેવા મુજબ દરેક વ્યક્તિએ આ GST ચૂકવવો પડશે નહીં.

ટેક્સ નિષ્ણાતોના કહેવા મુજબ  તમામ ભાડૂતોએ(Tenants) ઘરના ભાડા પર 18 ટકા GST ચૂકવવો પડશે નહીં. જે ભાડૂતો પાસે સત્તાવાર GST નંબર છે તેમણે તેમના ઘરના ભાડા પર 18 ટકા GST ચૂકવવો પડશે. જેથી સામાન્ય લોકોને વધુ નુકસાન સહન કરવું નહીં પડે.

આ સમાચાર પણ વાંચો : GST મામલે નિર્મલા સીતારામનનું મોટુ નિવેદન સામે આવ્યું કહ્યું

ભારતમાં આજે પણ મોટાભાગના લોકો પાસે ઘર નથી. તેથી, ઘરના ભાડા પર કરવેરા ઘણા વર્ષોથી મુખ્ય મુદ્દો છે. વર્ષ 2007માં માત્ર કોમર્શિયલ પ્રોપર્ટીની(commercial property) હદ સુધી જ મકાન ભાડા પર સર્વિસ ટેક્સ(Service tax) લાદવામાં આવ્યો હતો. ત્યારે પણ રહેણાંક મિલકતને કરમાંથી મુક્તિ આપવામાં આવી હતી. દેશમાં GST લાગુ થયા બાદ ઘરના ભાડાને ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી હતી.
 

UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Antilia: ‘એન્ટિલિયા’ કરતાં વધુ મોંઘી અને ઊંચી! મુંબઈમાં બની રહેલી આ ગગનચુંબી ઇમારત વિશે જાણો.
Blackstone: અંબાણીની પાર્ટનર કંપની આ ભારતીય બેંકમાં ₹6,200 કરોડનો હિસ્સો ખરીદશે, ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત
Russian crude oil: ટ્રમ્પને મોટો ઝટકો: US ના હાઈ ટેરિફ છતાં ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં રેકોર્ડ તોડ્યો, ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે
Exit mobile version