Site icon

GST પોર્ટલે ફરી ઉભી કરી વેપારીઓ માટે આફત, વેપારીઓને આવી ફરી નોટિસ; જાણો વિગત

CAIT wrote a letter to Union Minister Piyush Goyal asking for a year's time

BIS માપદંડોએ ફૂટવેર ઉદ્યોગના તણાવમાં વધારો કર્યો, CAIT સંગઠને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલને પત્ર લખીને આટલા વર્ષનો માંગ્યો સમય..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,24 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

સોમવાર.

દેશભરના વેપારીઓની આફત ઓછી થવાનું નામ નથી લેતી. હવે વેપારીઓને GST વિભાગ તરફથી નોટિસ ફટકારવામાં આવી રહી છે, તેથી ફરી વેપારીઓની ચિંતામાં વધારો થયો છે.

છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ 2017-18 થી 2019-21 માટે ગુડ્સ સર્વિસ રિર્ટન ટેક્સ (GST) રિટર્ન ફાઇલ કર્યા પછી પણ, GST વિભાગ લેટ ફીની નોટિસ આપી રહ્યું છે. જો વેપારી લેટ ફી જમા નહીં કરાવે તો તે ભવિષ્યમાં રિટર્ન ફાઈલ કરી શકશે નહીં. અત્યાર સુધી હજારો વેપારીઓ આ નોટિસ આપવામાં આવી હોવાનું કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) મેટ્રોપોલિટન યુનિટના પ્રમુખ અને ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સ ફેડરેશન ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શંકર ઠક્કરે જણાવ્યું હતું.

CAIT દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલિઝમાં જણાવવામાં આવ્યું હતું કે GST નેટવર્કનું પોર્ટલ રિટર્ન ફાઇલ કરતી વખતે જો કોઈ લેટ ફી હોય, તો તેની ઓટોમેટિક ગણતરી કરે છે અને તે ભરવા માટે કહે છે.  કરદાતા પાસે તેને બદલવાનો વિકલ્પ નથી. તે ચૂકવ્યા પછી જ આગળનું રિટર્ન ફાઇલ કરી શકાશે. હવે વેપારીઓ સમક્ષ મોટો પડકાર એ છે કે જો તેઓ આ ટેક્સ નહીં ભરે તો તેઓ લેટ ફી ભર્યા વિના નવું રિટર્ન ફાઈલ કરી શકશે નહીં અને ન તો નવું રિટર્ન ફાઈલ કરી શકશે.

નબળા વૈશ્વિક સંકેતો સાથે શેર બજાર લાલ નિશાનમાં, શરૂઆતી વેપારમાં સેન્સેક્સ આટલા અંક તૂટ્યો

CAITના પદાધિકારીઓના કહેવા મુજબ GST સિસ્ટમે લેટ ફીની ગણતરી કરી છે અને ડીલરોએ તેને ચૂકવી પણ દે છે અને નિયમ અનુસાર આગળનું રિટર્ન ફાઇલ કરે છે. પરંતુ  કોઈ પણ પ્રકારની લેટ ફી બાકી છે તો રિટર્ન ફાઈલ કરવાની પ્રોસેસ આગળ વધતી નથી. વેપારીઓએ ગયા વર્ષે જ રિર્ટન ફાઈલ કરી નાખ્યું હતું, છતાં વેપારીઓ પાસેથી લેટ ફીને લઈને નોટિસ મોકલવામાં આવી રહી  છે, તે વાત સમજાતી નથી.

CAITના કહેવા મુજબ GST વિભાગ સાથે વાત કરતા જણાવ્યું હતું કે સ્થાનિક સ્તરે આવી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ પોર્ટલના ઓટો મેઇલ દ્વારા મોકલવામાં આવે છે, જે વર્ષ 2019 માં અપડેટ કરવામાં આવ્યું હતું. હવે કમ્પ્યુટર માંથી જ વેપારીઓના ટેક્સની ગણતરી કર્યા બાદ તેમને નોટિસ મોકલવામાં આવી રહી હોવાનું જણાવાયું હતું.

CAITના પદાધિકારીઓના કહેવા મુજબ જો રિટર્ન ફાઈલ કરવામાં બે દિવસનો પણ વિલંબ થાય તો તેની લેટ ફી આગામી રિટર્નમાં ઉમેરવામાં આવે છે. જેના વિના આગળના રિટર્ન ફાઇલ કરી શકાશે નહીં. આવા સંજોગોમાં રિટર્ન ફાઈલ કર્યા બાદ આવી નોટીસોના કારણે વેપારીઓમાં ખળભળાટ મચી ગયો છે. તેથી GST વિભાગના ઉચ્ચ અધિકારીઓએ આ સમસ્યાની નોંધ લઈ તાત્કાલિક જરૂરી ફેરફારો કરવા જોઈએ.

Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version