Site icon

ડીઆરઆઇનું ઓપરેશન ગોલ્ડ રશ – મુંબઈ પટના અને દિલ્હીમાંથી જપ્ત કર્યું અધધ આટલા કરોડનું 65-46 કિલો સોનું

News Continuous Bureau | Mumbai

દેશમાં સોના(Gold)ની દાણચોરી(Smuggling) રોકવા માટે સરકાર અનેક સ્તરે કામ કરી રહી છે. આ ક્રમમાં ડીઆરઆઈ(DRI)ના હાથમાં મોટી સફળતા હાથ લાગી છે. ઓપરેશન 'ગોલ્ડ રશ' (Operation Gold Rush)હેઠળ DRIએ 65.46 કિલો સોનું જપ્ત કર્યું છે. જેની આંતરરાષ્ટ્રીય માર્કેટ(Internationational Market)માં કિંમત આશરે 33.5 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. આ અત્યાર સુધીની સૌથી મોટી જપ્તી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

Join Our WhatsApp Community

મીડિયામાં પ્રસારિત અહેવાલો મુજબ, ડીઆરઆઈ(DRI)ને બાતમી મળી હતી કે મિઝોરમથી ભારતમાં સોનાના મોટા કન્સાઈનમેન્ટ(consignment)ની દાણચોરી થઈ રહી છે. તે પછી, 'ઓપરેશન ગોલ્ડ રશ'(Operation Gold Rush) શરૂ કરવામાં આવ્યું હતું. દાણચોરી માટે સ્થાનિક કુરિયર અને લોજિસ્ટિક્સ કંપનીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દાણચોરી કરાયેલા સોનાના કન્સાઇનમેન્ટ વિવિધ ઘરની વસ્તુઓમાં છુપાવવામાં આવ્યા હતા. ઓપરેશનમાં, DRIએ મહારાષ્ટ્રના ભિવંડી(Bhivandi) ખાતે ઓપરેશન ગોલ્ડ રશ હેઠળ આશરે 19.93 કિલો વજનના 120 સોનાના બિસ્કિટ જપ્ત કર્યા હતા, જેની કિંમત આશરે રૂ. 10.18 કરોડ હતી.

આ સમાચાર પણ વાંચો : ફાયદાની વાત- આ સરકારી સ્કીમમાં ખાલી 50 રૂપિયા જમા કરાવો- મેચ્યોરિટી પર મળી શકે છે 35 લાખ રૂપિયા

આ ઉપરાંત તપાસમાં એ પણ સામે આવ્યું છે કે વિદેશથી મિઝોરમ(Mizoram) આવીને મુંબઈ પહોંચેલા સમાન માલના 2 કન્સાઈનમેન્ટ કુરિયર દ્વારા દિલ્હી અને પટના મોકલવામાં આવ્યા હતા. જે બાદ પટના(Patna)માં એક લોજિસ્ટિક કંપનીના વેરહાઉસ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 28.57 કિલો વજનના 172 સોનાના બિસ્કિટ જપ્ત કરવામાં આવ્યા છે જેની કિંમત 14 કરોડ રૂપિયા છે.

ભારત(India)માં દાણચોરી કરાયેલું ત્રીજું કન્સાઇનમેન્ટ દિલ્હી(Delhi)થી અટકાવવામાં આવ્યું છે અને અહીંથી 16.96 કિલો વજનના 102 સોનાના બિસ્કિટ(Gold buiscuit) જપ્ત કરવામાં આવ્યા છે. તેની અંદાજિત કિંમત 8.69 કરોડ રૂપિયા છે. આ તમામ કામગીરીમાં DRIએ કુલ 394 સોનાના બિસ્કિટ જપ્ત કર્યા છે. 65.46 કિગ્રા વજનમાં, કુલ અંદાજિત કિંમત 33.40 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

આ સમાચાર પણ વાંચો :  બેંકના ક્રેડિટ-ડેબિટ કાર્ડ હોલ્ડરો માટે મહત્વના સમાચાર- ટોકનાઇઝેશન શું છે- તેનો અમલ થતાં જ 1 ઓક્ટોબરથી કાર્ડ પેમેન્ટની દુનિયા બદલાઈ જશે

Gold-Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં ફરી રેકોર્ડબ્રેક ઉછાળો; અમદાવાદ અને મુંબઈ સહિતના શહેરોમાં જાણો આજનો લેટેસ્ટ રેટ.
Budget 2026 Expectations: મધ્યમ વર્ગના ખિસ્સામાં આવશે વધુ પૈસા! ટેક્સ સ્લેબમાં ધરખમ ફેરફારની તૈયારી; જાણો બજેટ ૨૦૨૬માં મોદી સરકારની શું છે ખાસ ગિફ્ટ.
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Gold Silver Price Today: રેકોર્ડ તેજી બાદ સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! ટ્રમ્પના આ એક નિવેદને પલટી નાખી આખી રમત; જાણો રોકાણકારો માટે હવે શું છે સલાહ.
Exit mobile version