Site icon

તમારું પેન કાર્ડ આવી રીતે બની શકે છે મોટી મુસીબત- થઈ શકે છે 10 હજાર રૂપિયાનો દંડ- જાણો નિયમ

News Continuous Bureau | Mumbai

આજના સમયમાં પેન કાર્ડ (Pan Card) ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. પેન કાર્ડ ધારકોને 31 માર્ચ, 2023 સુધીમાં તેમના પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) ને આધાર કાર્ડ નંબર(Aadhaar Card Number) સાથે લિંક કરવાની સલાહ આપવામાં આવે છે. જો તમે આ સમયમર્યાદા પહેલા તમારા PAN ને આધાર સાથે લિંક નહીં કરો તો તમારું પેન કાર્ડ પણ નિષ્ક્રિય થઈ શકે છે. તેની સાથે તમારે PAN ને આધાર સાથે લિંક કરવા માટે 1,000 રૂપિયા પણ ચૂકવવા પડશે.

Join Our WhatsApp Community

પેન કાર્ડ ધારકની(PAN card holder) સમસ્યા અહીં સમાપ્ત થશે નહીં, કારણ કે વ્યક્તિ મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક, બેંક એકાઉન્ટ ખોલાવવા વગેરેમાં કરી શકશે નહીં, જ્યાં પેન કાર્ડ રજૂ કરવું જરૂરી છે.

આ પેન કાર્ડ ધારકોને આપવા પડશે 10,000 રૂપિયા

આ સિવાય જો વ્યક્તિ પેન કાર્ડ બનાવે છે, જે હવે માન્ય નથી, તો આવકવેરા અધિનિયમ (Income Tax Act) 1961ની કલમ 272N હેઠળ આકારણી અધિકારી નિર્દેશ આપી શકે છે કે આવી વ્યક્તિ દંડ તરીકે 10,000 રૂપિયાની રકમ ચૂકવશે.

ઓનલાઈન આવી રીતે કરી શકો છો લિંક

સૌથી પહેલા ઈનકમ ટેક્સની વેબસાઈટ પર જાવ

આધાર કાર્ડમાં આપવામાં આવેલ નામ, પેન નંબર અને આધાર નંબર દાખલ કરો

આ સમાચાર પણ વાંચો :  કમાણીની સ્પેશિયલ તક – આ બેંક ફિક્સ્ડ ડિપોઝિટ પર આપી રહી છે 8-3 ટકા વ્યાજ- આજે જ ઉઠાવો લાભ

આધાર કાર્ડમાં ફક્ત જન્મનો વર્ષ અપાયલ હોવા પર સ્ક્વેર ટિક કરો

હવે કેપ્ચા કોડ એન્ટર કરો

હવે Link Aadhaar બટન પર ક્લિક કરો

તમારુ પેન આધાર સાથે લિંક થઈ જશે

SMS દ્વારા આવી રીતે કરી શકો છો લિંક

તમારે તમારા ફોન પર UIDPAN લખવું પડશે. તેના પછી 12 અંકનો આધાર નંબર દાખલ કરો. પછી 10 અંકનો PAN નંબર દાખલ કરો. હવે સ્ટેપ 1 માં બતાવેલ મેસેજ 567678 અથવા 56161 પર મોકલો.

નિષ્ક્રિય પેનને કેવી રીતે ચાલુ કરવું

નિષ્ક્રિય પેન કાર્ડને સક્રિય કરી શકાય છે. તેના માટે તમારે એક SMS મોકલવાનો રહેશે. તમારે મેસેજ બોક્સમાં જઈ તમારા રજિસ્ટર્ડ મોબાઈલમાંથી 10 અંકનો પેન નંબર દાખલ કર્યા પછી સ્પેસ આપી 12 અંકનો આધાર નંબર એન્ટર કરવાનું રહેશે અને 567678 અથવા 56161 પર SMS કરવાનો રહેશે.

આ સમાચાર પણ વાંચો :   મુંબઈની બ્રીચ કેન્ડીમાં દાખલ એનસીપી પ્રમુખ શરદ પવારની તબિયતને લઈને આવ્યા મોટા સમાચાર – જાણો ક્યારે મળશે ડિસ્ચાર્જ

Gold price drop: સોનું ખરીદનારાઓ માટે ખુશીના સમાચાર: જાપાનીઝ માર્કેટની અસરથી સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી
India-China Steel Dispute: ભારતનો ચીન પર મોટો પ્રહાર: સસ્તા ચીની સ્ટીલની હવે ખેર નથી! સરકારે લાદી ભારે ટેક્સ ડ્યુટી, જાણો ભારતીય ઉદ્યોગોને શું થશે ફાયદો?
Kingfisher Airlines employee salary: EDનો મોટો ધડાકો: કિંગફિશર એરલાઇન્સના કર્મચારીઓને મળશે હકનો પગાર, ₹311 કરોડના ફંડને મળી લીલી ઝંડી
India Oman Trade Deal: ગલ્ફ દેશોમાં ભારતની મોટી એન્ટ્રી: ઓમાન સાથેની ડીલથી ખુલશે આરબ દેશોના વેપારના દરવાજા, જાણો ભારતને શું થશે ફાયદો?
Exit mobile version