Site icon

4Gનો ગયો જમાનો- હવે આવી ગયું 5G વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોન્ચ કરી 5G ઇન્ટરનેટ સેવા- જાણો સામાન્ય લોકોને ક્યારે મળશે સુવિધા

News Continuous Bureau | Mumbai

લાંબા ઈન્તેજાર બાદ આખરે આજે ભારત(India)માં 5જી ઇન્ટરનેટ સેવા (5G Internte service)લોન્ચ થઈ ગઈ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ 2022ની શરૂઆત કરવાની સાથે સાથે દેશમાં 5જી સેવા પણ લોન્ચ કરી. આ લોન્ચિંગ બાદ ભારત હવે એવા દેશોમાં સામેલ થઈ ગયું છે, જ્યાં લેટેસ્ટ જનરેશનની ટેલિકોમ સર્વિસિસ મળશે. આ સાથે ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસની શરૂઆત આજથી એટલે કે પહેલી ઓક્ટોબરથી દિલ્હીના પ્રગતિ મેદાનથી થઈ છે. આ કાર્યક્રમ 4 ઓક્ટોબર સુધી ચાલશે.

Join Our WhatsApp Community

5જી ઇન્ટરનેટ સેવાથી હવે ઈન્ટરનેટની સ્પીડ એટલી વધી જશે કે 2 કલાકની મૂવી માત્ર 3 સેકન્ડમાં ડાઉનલોડ થઈ જશે. 5G ટેકનોલોજી ઉર્જા કાર્યક્ષમતા, સ્પેક્ટ્રમ કાર્યક્ષમતા અને નેટવર્ક કાર્યક્ષમતામાં પણ વધારો કરશે. એવું નથી કે 5જી નેટવર્ક પર તમને ફક્ત ફાસ્ટ ઇન્ટરનેટ જ મળશે. આ તો સેવાનો માત્ર એક પહેલું છે. 5જી નેટવર્ક પર તમને હાઈ સ્પીડ ઈન્ટરનેટ ઉપરાંત સારી ટેલિકોમ સર્વિસિસ અને કોલ કનેક્ટિવિટી મળશે. 5G વિશે સૌથી મહત્વની વાત એ છે કે તે લોઅર ફ્રીક્વન્સી બેન્ડથી લઈને હાઈ બેન્ડ સુધીના તરંગોમાં કામ કરશે. એટલે કે તેનું નેટવર્ક વધુ વ્યાપક અને હાઇ-સ્પીડ હશે. બધુ મળીને આ નેટવર્ક પર તમારો ટેલિકોમ એક્સપિરિયન્સ સારો હશે. 

આ સમાચાર પણ વાંચો : સસ્તા થયા ગેસના બાટલા- તહેવારોની સિઝનમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં સરકારે આપી રાહત- જાણો કેટલા ઘટ્યા 

અહેવાલો અનુસાર, સપ્ટેમ્બરથી જ પરીક્ષણ માટે 13 શહેરોમાં 5G સેવાઓ શરૂ થશે. જો કે, તેને સમગ્ર ભારતમાં પહોંચવામાં 2023ના પ્રથમ ક્વાર્ટર સુધીનો સમય લાગી શકે છે. રિલાયન્સે આ દિવાળી સુધીમાં દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા જેવા મહાનગરોમાં 5G સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ ડિસેમ્બર 2023 સુધીમાં દેશના દરેક શહેરમાં 5G સેવાઓ પૂરી પાડવાનું કહ્યું છે.

Share Market: રોકાણકારો અને ગ્રાહકો ખાસ નોંધજો! 15 જાન્યુઆરીએ મુંબઈમાં મતદાનને કારણે શેરબજાર અને બેંકો ચાલુ રહેશે કે બંધ? જાણો લેટેસ્ટ અપડેટ
Credit Card Bill After Death: ક્રેડિટ કાર્ડ ધારકના મૃત્યુ બાદ બાકી બિલ કોણે ચૂકવવું પડે? જાણો શું છે બેંકના વસૂલાત માટેના કડક નિયમો
Cheapest Silver in the World: જાણો કયા દેશમાં મળે છે સૌથી સસ્તી ચાંદી? ભારતના ભાવ સાથેનો તફાવત જાણીને ચોંકી જશો
Reliance Industries: રિલાયન્સનો મેગા પ્લાન: મુકેશ અંબાણી હવે વેનેઝુએલાના તેલથી ભરશે તિજોરી, જાણો ભારતને શું થશે ફાયદો
Exit mobile version