Site icon News Continuous Bureau | Mumbai

મોદી સાહેબની બિઝનેસ ડિપ્લોમેસીઃ અમેરિકામાં આ વેપારીઓ સાથે ચાલી રહી છે મિટિંગ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 24, સપ્ટેમ્બર  2021

Join Our WhatsApp Channel

શુક્રવાર.

કોરોના મહામારી બાદ દેશની આર્થિક ગાડી માંડ પાટે ચઢી છે. એવામાં અમેરિકાની મુલાકાતે ગયેલા વડાપ્રધાને અમેરિકાની અગ્રણી કંપનીઓના  ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર(CEO)ની મુલાકાત કરી હતી. મુલાકાતનો હેતુ ભારતનું અર્થતંત્ર દોડતું રહે અને ભારતમાં આ કંપનીઓનું વિસ્તારીકરણ અને રોકાણ વધે  તેવા પ્રયાસ હોવાનું કહેવાય છે.  જે ટોચની 5 કંપનીઓના CEO સાથે મુલાકાત લીધી હતી, તેમાંથી બે CEO ભારતીય હોવાનું કહેવાય છે. જેમાં એડોફના શાંતનુ નારાયણ, જનરલ એટોમિક્સના વિવેકલાલ, ક્વાલકોમના ક્રિસ્ટિયાનો આમોન, ફર્સ્ટ સોલારના માર્ક વિડમાર અને બ્લેકસ્ટોનના સ્ટીફન એ.થી મુલાકાત કરી છે.

અરે વાહ! મુંબઈની હૉટેલો માટે મહાનગરપાલિકાનું રાહત પૅકેજ આવ્યું, આ કરમાં છૂટ મળશે; જાણો વિગત

આ મુલાકાત બાદ ક્વોલકોમના CEO ક્રિસ્ટિયાનો અને અમોન આ મુલાકાતને સફળ ગણાવી હતી. તેઓએ કહ્યું હતું કે ભારતમાં 5જી, ભારતના ગૃહઉદ્યોગ અન ટેક્નોજીકલ વિકાસ પર વડાપ્રધાન મોદી સાથે ચર્ચા થઈ હતી. મોદીએ તેમની સાથે ભારતમાં વેપાર માટે રહેલી તકો બાબતે ચર્ચા કરી હોવાનું કહ્યું હોવાનું માનવામાં આવે છે. એ સિવાય ભારતમાં ટેક્નોલોજીમાં રોકાણમાં રહેલી તક ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી. અમોન સાથે ભારતમાં 5જી ટેક્નોલોજીના વિકાસના મુદ્દા પર ચર્ચા થઈ હતી.

Indian Railways September Freight Loading ભારતીય રેલવેએ તોડ્યા કમાણીના તમામ રેકોર્ડ્સ! સપ્ટેમ્બરમાં માલસામાન લોડિંગમાં જંગી ઉછાળો અર્થતંત્રમાં તેજીના સ્પષ્ટ સંકેતો!
UPI Payment Charges Postponed UPI પર પેમેન્ટ ચાર્જ લાદવાનો નિર્ણય સરકારે મોકૂફ રાખ્યો, હવે દિવાળીના તહેવારો બાદ થશે અમલ
Rupee Rises Against Dollar વિદેશી ભંડોળનો પ્રવાહ વધતાં રૂપિયો ચમક્યો; સતત બીજા સેશનમાં તેજી સાથે કારોબાર શરૂ; વધી દેશી ચલણની તાકાત
India GDP Growth IMF વૈશ્વિક મંદીના વાદળો વચ્ચે ભારતનું તેજસ્વી પ્રદર્શન! IMF એ વધાર્યો જીડીપી ગ્રોથ રેટ ચીનઅમેરિકા પાછળ છૂટ્યા
Exit mobile version