સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલની કિંમતમાં 18 દિવસની સ્થિરતા રાખ્યા બાદ વધારો કર્યો છે.
આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 15થી 20 પૈસા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 90.55 રૂપિયા અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 80.91 રૂપિયા થઇ છે.
મુંબઈમાં પેટ્રોલની કિંમત 96.95 રૂપિયા છે અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 87.98 થઇ છે
નોંધનીય છે કે આ પહેલા 15 એપ્રિલે પેટ્રોલ 16 પૈસા પ્રતિ લીટર અને ડીઝલ 14 પૈસા પ્રતિ લીટર સુધી સસ્તું થયું હતું. ત્યારબાદથી કિંમતો સતત સ્થિર રહી હતી.