સરકારી ઓઇલ કંપનીઓએ બે દિવસના વિરામ બાદ આજે ફરીથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે.
આજે પેટ્રોલમાં 35 પૈસા અને ડીઝલમાં 15 પૈસાનો વધારો થયો છે.
આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલની નવી કિંમત રૂ. 101.54 અને ડીઝલ 89,87 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.
મુંબઈમાં પેટ્રોલ 107.54 રૂપિયા અને ડીઝલ 97.45 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે મહિનામાં કુલ 8 વખત પેટ્રોલના ભાવમાં વધારો થયો છે. જૂનમાં કુલ 16 વાર ભાવ વધતાં તેમાં 4.32 રૂપિયા પ્રતિ લિટર વધારો થયો હતો.
