ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 16 ઓક્ટોબર, 2021
શનિવાર
ક્રૂડ ઓઈલના ભાવ વધવાના કારણે આજે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે.
પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં આજે 35-35 પૈસા પ્રતિ લીટર વધારો થયો છે
આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 105.49 રૂપિયા અને ડીઝલ 93.22 રૂપિયા થયું છે.
મુંબઈમાં પેટ્રોલ 111.43 રૂપિયા અને ડીઝલ 102.15 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ -કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધુ છે.