ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 01 ઓક્ટોબર, 2021
શુક્રવાર
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં વધારો થયાનું કારણ ધરી સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો છે.
છેલ્લા એક સપ્તાહમાં ડીઝલના ભાવ પાંચ વખત અને પેટ્રોલના ભાવ બે વખત વધારવામાં આવ્યા છે.
પેટ્રોલ લિટરે 40 થી 45 પૈસા અને ડીઝલ દોઢેક રૂ. જેટલું મોંઘુ થયું છે.
દેશમાં હાલ મધ્યપ્રદેશના ભોપાલમાં પેટ્રોલ રૂ.110.11 પ્રતિ લિટર અને ડીઝલ રૂ.98.77ના સૌથી ઉંચા ભાવે વેંચાઈ રહ્યું છે.
