Site icon

તમારા આ બેંકમાં તો એકાઉન્ટ નથીને- RBIએ ત્રણ બેંકને ફટકાર્યો દંડ-જાણો વિગત

News Continuous Bureau | Mumbai

બેંકોના નિયમનું(Bank rules) પાલન નહીં કરવા બદલ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI) વખતોવખત અનેક બેંકોને દંડ(Fine) લાદતી હોય છે. તાજેતરમાં રિઝર્વ બેંકે નિયમોનું પાલન નહીં કરવા બદલ ધ નાસિક મર્ચન્ટ્સ કોઓપરેટિવ બેંક(The Nashik Merchants Cooperative Bank) સહિત ત્રણ સહકારી બેંકોને(Cooperative Banks) દંડ ફટકાર્યો છે. 

Join Our WhatsApp Community

મુંબઈ સ્થિત મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટિવ બેંકને(Maharashtra State Co-operative Bank) છેતરપિંડી(Fraud) ની સૂચના અને દેખરેખ પર નાબાર્ડની સૂચનાઓનું પાલન ન કરવા બદલ 37.50 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગયા અઠવાડિયે RBIએ ખાનગી કોટક મહિન્દ્રા બેંક(Kotak Mahindra Bank) સામે મોટી કાર્યવાહી કરી હતી. કોટક મહિન્દ્રા બેંકને નિયમનકારી નિયમોનું પાલન કરવામાં વિલંબ કરવા બદલ 1 કરોડ 05 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઇન્ડસઈન્ડ બેંક(IndusInd Bank) સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો :  RBIની મોટી જાહેરાત-ડોલર દાદાગીરી ઘટશે-વિદેશમાં ભારતીય ચલણમાં કરી શકાશે વેપાર-જાણો વિગત

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈ સ્થિત મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેંકે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ(National Bank for Agriculture and Rural Development) (નાબાર્ડ)નું પાલન ન કરવા બદલ બેંક પર 37.50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

RBI એ એમ પણ કહ્યું કે ધ નાસિક મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંકને અન્ય બેંકો સાથેની થાપણોની યોજના અને થાપણો પરના વ્યાજ પર RBIની માર્ગદર્શિકાનું પાલન ન કરવા બદલ  50 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. બિહારના(Bihar) બેટિયામાં(Bettiah) આવેલી નેશનલ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક(National Central Co-operative Bank) લિમિટેડને પણ 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
 

SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Exit mobile version