News Continuous Bureau | Mumbai
તમે પણ વારંવાર યુપીઆઈથી પેમેન્ટ (UPI Payment) કરો છો તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) યુપીઆઇ આધારિત ફંડ ટ્રાન્સફર(Fund Transfer) પર ફી (charges on UPI based funds transfer) વસૂલવા બાબતે યોજના બનાવી રહી છે. આનાથી ભવિષ્યમાં યુપીઆઈમાંથી પૈસા ટ્રાન્સફર (Money Transfer) કરવાં મોંઘા થઈ શકે છે. RBI દ્નારા ફંડ ટ્રાન્સફરનો ખર્ચ દૂર કરવા માટે આ અંગે વિચારણા કરવામાં આવી રહી છે.
આ માટે RBI દ્વારા 'Discussion Paper on Charges in Payment Systems' બહાર પાડવામાં આવ્યું છે. RBI એ આ ફી લગાવવા પર લોકો પાસે સલાહ પણ માંગી છે. કેન્દ્રીય બેંક વતી આ પેપરમાં કહેવામાં આવ્યું હતું કે, એક ઓપરેટર તરીકે રિઝર્વ બેંક (RBI)એ RTGSમાં મોટા રોકાણ અને ઓપરેટિંગ કોસ્ટની(Investment and Operating Costs) ચૂકવણી કરવાની હોય છે.
આ સમાચાર પણ વાંચો : આ એરલાઈન કંપની સપ્ટેમ્બર અંત સુધીમાં ભારતમાં ચાલુ કરશે વધુ સાપ્તાહિક ફ્લાઈટ- જાણો શું છે એરલાઈન્સનો પ્લાન
UPI પર થનારા ખર્ચ પર ચાર્જ લેવાશે. રિઝર્વ બેન્કના જણાવ્યા પ્રમાણે તેમાં જાહેર નાણાંનું રોકાણ (Investment of money) કરવામાં આવે છે. આવી સ્થિતિમાં તેની કોસ્ટ કાઢવી જરૂરી છે. આરબીઆઈએ એવી પણ સ્પષ્ટતા કરી હતી કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એટલે કે આરટીજીએસમાં જે ફી વસૂલવામાં આવે છે તે કમાણીનું સાધન નથી. પરંતુ યુપીઆઈ પર થનારો ખર્ચ એટલા માટે લેવામાં આવશે કે જેથી ભવિષ્યમાં આ સુવિધા કોઈ પણ વિક્ષેપ વિના ચાલુ રહે.
યુપીઆઈ પેમેન્ટ ટ્રાન્સફર માટે રિયલ ટાઈમ ટ્રાન્સફર(Real time transfer) પૂરું પાડે છે. એ જ રીતે, તે રિયલ-ટાઇમ સેટલમેન્ટની ખાતરી પણ આપે છે. આ આખી સિસ્ટમ તૈયાર કરવાની અને કોઈપણ પ્રતિબંધ વિના ફંડ ટ્રાન્સફર ચલાવવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર(Infrastructure) બનાવવાની જરૂર છે. તેની પાછળ ઘણો ખર્ચ પણ થાય છે.
