News Continuous Bureau | Mumbai
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા દેશભરના ક્રેડિટ કાર્ડ ધારકોને(Credit card holders) મોટી રાહત આપવામાં આવી છે. ક્રેડિટ કાર્ડધારકો હવે તેમની સુવિધા અનુસાર બિલિંગ સાયકલ(Billing cycle) પસંદ કરી શકે છે. નવા નિયમો 1 જુલાઈ, 2022થી લાગુ થશે. તેથી ક્રેડિટ કાર્ડધારકો હવે તેઓ ઇચ્છે તે તારીખે તેમના ક્રેડિટ કાર્ડ બિલની(Credit card bill) ચુકવણી કરી શકશે.
અત્યાર સુધી બેંક દ્વારા ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટની(Credit card bill payment) તારીખ નક્કી કરવામાં આવતી હતી. પરંતુ હવે નવો નિયમ 1 જુલાઈથી અમલમાં આવશે. પરંતુ આ બિલિંગ સાયકલ ક્રેડિટ કાર્ડ ધારકો માત્ર એક જ વાર બદલી શકે છે.
આ સમાચાર પણ વાંચો : યસ બેંક ફ્રોડ કેસમાં CBIની મોટી કાર્યવાહી, ABIL ગ્રુપના ચેરમેનની કરી ધરપકડ… જાણો શું છે સમગ્ર મામલો..
અગાઉ, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બેંકોને ક્રેડિટ કાર્ડ જારી કરવા અથવા કાર્ડની મર્યાદા વધારવા અથવા ગ્રાહકની મંજૂરી વિના અન્ય સુવિધાઓ શરૂ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. પાલન ન કરવાના કિસ્સામાં, સંબંધિત કંપનીઓએ દંડ તરીકે બિલની બમણી રકમ ચૂકવવી પડશે. જે વ્યક્તિના નામે કાર્ડ જારી કરવામાં આવ્યું છે તે RBI ઓમ્બડ્સમેન(Ombudsman) પાસે તેની ફરિયાદ નોંધાવી શકે છે. તે મુજબ બેંકોને દંડ કરવામાં આવશે.
ઉપરાંત, કાર્ડ જારી કરતી એજન્સીઓ ગ્રાહકો પાસેથી બિલ વસૂલવા માટે થર્ડ પાર્ટીનો ઉપયોગ કરે છે. રિર્ઝવ બેંક દ્વારા હવે આવી ક્રિયાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નવા નિયમો 1 જુલાઈ, 2022થી લાગુ થશે.