Site icon

5 G નેટવર્ક ન મળતું હોય તો હોઈ શકે છે આ ત્રણ કારણો- જાણો સમગ્ર માહીતી

News Continuous Bureau | Mumbai

Jio 5G નેટવર્ક(Jio 5G network) તમારા ફોનમાં ત્યારે જ કામ કરશે જ્યારે તમારા નંબર પર 239 રૂપિયા કે તેથી વધુનો પ્લાન એક્ટિવ હશે. TelecomTalkએ આ માહિતી આપી છે, જો કે, Jioએ હજુ સુધી આવું કોઈ નિવેદન આપ્યું નથી.

Join Our WhatsApp Community

Jio 5G લાઇવ થઈ ગયું છે, જો કે, હાલમાં તેની ઍક્સેસ ફક્ત બીટા ટ્રાયલ(Beta trial) દ્વારા દિલ્હી, મુંબઈ, કોલકાતા અને વારાણસીમાં વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. Jio True 5G માટે, કંપની વપરાશકર્તાઓને(users) આમંત્રણ કોડ મેસેજ કરી રહી છે. Jio True 5G અંગે કંપનીએ કહ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં તેની 5G સેવા મોટાભાગના સર્કલમાં શરૂ થઈ જશે. Jio True 5Gની એક સમસ્યા એ છે કે ઘણા લોકો તેનો ઉપયોગ કરી શકતા નથી. આજના રિપોર્ટમાં આપણે એ જ સમસ્યા વિશે વાત કરીશું કે Jio True 5Gનું નેટવર્ક ન મળવાથી શું થઈ શકે છે?

આ સમાચાર પણ વાંચો : શું મુકેશ અંબાણી સિંગાપોરમાં બેસી બિઝનેસ કરશે- સિંગાપોરમાં ફેમિલી ઓફિસ ખોલવાની તૈયારી કરી રહ્યા છે- રિલાયન્સને ગ્લોબલ બનાવવાની તૈયારી

5G સ્માર્ટફોન

પહેલી વાત એ છે કે તમારી પાસે 5G સ્માર્ટફોન(5G smartphone) હોવો જરૂરી છે, તો જ તમે 5G સર્વિસનો(5G service) ઉપયોગ કરી શકશો. જો તમારી પાસે 5G તૈયાર અથવા 5G સ્માર્ટફોન હશે તો જ તમે Jio અથવા Airtel બંને કંપનીઓના 5G નેટવર્કનો ઉપયોગ કરી શકશો. અહીં નોંધનીય બીજી બાબત એ છે કે તમામ 5G ફોન Jioના 5Gને સપોર્ટ કરશે નહીં. કેટલાક ફોન માટે અપડેટ રિલીઝ કરવામાં આવશે, તે પછી જ તે 5Gને સપોર્ટ કરશે. તમે અહીં એવા તમામ સ્માર્ટફોનની યાદી જોઈ શકો છો જેમાં Jio True 5G સપોર્ટેડ હશે. જો તમારા ફોનમાં કોઈ અપડેટ હોય તો તરત જ ઈન્સ્ટોલ કરો.

Jio પ્લાનની યોગ્ય પસંદગી

તમને જણાવી દઈએ કે, Jio 5G નેટવર્ક તમારા ફોનમાં ત્યારે જ કામ કરશે જ્યારે તમારા નંબર પર 239 રૂપિયા કે તેથી વધુનો પ્લાન એક્ટિવ હશે. TelecomTalkએ આ માહિતી આપી છે, જો કે, Jioએ હજુ સુધી આવું કોઈ નિવેદન આપ્યું નથી.

શહેરોની પસંદગી

આ ઉપરાંત, ધ્યાનમાં રાખો કે તમે એવા શહેરોમાં છો કે, જ્યાં Jio True 5Gનું બીટા ટ્રાયલ હાલમાં ચાલી રહ્યું છે. જો તમે આમાંના કોઈપણ શહેરમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા અથવા વારાણસીમાં હોવ તો જ તમને Jio True 5G નેટવર્ક મળશે, જોકે 2023 સુધીમાં તે દેશના દરેક ખૂણે-ખૂણે વિસ્તારવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : સોનાના ભાવમાં થશે વધારો- તહેવારોની સિઝનમાં ખરીદી પર નહીં પડે અસર- રૂપિયો પહેલીવાર 82ની પાર થયો બંધ

Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Exit mobile version