News Continuous Bureau | Mumbai
રિઝર્વ બેંકે આજે નાણાકીય વર્ષ 2022-23 માટે પ્રથમ ક્રેડિટ પોલિસી જારી કરી છે
આરબીઆઈ તરફથી રેપો રેટમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી.
આ સિવાય રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર તથા કેશ રિઝર્વ રેશિયો પણ 4 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે.
આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષ 2022-23 માટે જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ ઘટાડીને 7.2 ટકા કર્યો છે.
ખાસ વાત એ છે કે આ સતત 11મી મોનેટરી પોલિસી છે જેમાં RBIએ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ક્રેડિટ પોલિસીમાં RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે ભૌગોલિક રાજકીય તણાવની અસર ઘણી અર્થવ્યવસ્થાઓ પર આવી રહી છે. ભારત માટે પણ આ એક પડકારજનક સમય છે.