Site icon

આગામી રવિવારે બેંકો ની આરટીજીએસ સેવા 14 કલાક માટે બંધ રહેશે. રિઝર્વ બેન્કે કરી જાહેરાત.

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ,13 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

મંગળવાર.

     રિઝર્વ બેન્કે કરેલી જાહેરાત મુજબ, આગામી રવિવાર એટલે 18 એપ્રિલે બેંકોની આરટીજીએસ (Real Time Gross settlement )સેવા 14 કલાક સુધી બંધ રહેશે.

     રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ડિઝાસ્ટર રિકવરી સમયને વધુ બહેતર બનાવવા તથા ટેકનિકલ સુધારા કરવા માટે આ સુવિધા સેવા બંધ રહેશે. શનિવાર મધરાતથી રવિવારે બપોરે બે વાગ્યા સુધી બંધ રહેશે.કોઈપણ ખાતામાં બે લાખ રૂપિયાથી વધુની રકમની લેવડદેવડ કરવી હોય તો આરટીજીએસ સેવાનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે બે લાખ રૂપિયા સુધીના વ્યવહાર માટે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT)સેવાનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે રિઝર્વ બેંકના નિવેદન અનુસાર 18 એપ્રિલે NEFT સેવા પૂર્વવત ચાલુ જ રહેશે.

કાશી વિશ્વનાથ મંદિર પર ઐતિહાસિક ચુકાદો આપનાર જજ નું ટ્રાન્સફર થયું.

    ઉલ્લેખનીય છે કે,રિઝર્વ બેંકે સભ્ય બેંકોને 18 એપ્રિલના રાત્રે 12વાગ્યાથી 2 વાગ્યા સુધીના સમય દરમિયાન ગ્રાહકોના ટ્રાન્ઝેક્શન સંચાલનનું આયોજન કરવા જણાવ્યું છે.

SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Exit mobile version