Site icon

પહેલી જુલાઈથી આ નિયમોમાં થશે ફેરફાર- તમારા ખિસ્સાને પડી શકે છે ફટકો-જાણો વિગત

News Continuous Bureau | Mumbai 

પહેલી જુલાઈથી અનેક ક્ષેત્રોમાં ફેરફારો થશે. આ ફેરફારોની સીધી અસર તમારા જીવન અને અલબત્ત નાણાકીય(Financially) રીતે તમામ ખિસ્સાને પડશે. બેંકિંગ-ટેક્સેશન(Banking-Taxation) અને સ્ટોક માર્કેટ ટ્રેડિંગ(Stock market trading) સહિત અનેક મહત્વના નિયમોમાં ફેરફાર થવાનો છે. 

Join Our WhatsApp Community

જો તમારી પાસે SBI બેંકમાં બેઝિક સેવિંગ્સ ડિપોઝીટ ખાતું(Savings Deposit Account) છે, તો તમે મહિનામાં માત્ર ચાર વખત ATMમાંથી પૈસા ઉપાડી શકો છો. જો તમે ચારથી વધુ વખત ઉપાડો છો, તો તમારે 15 રૂપિયા વધુ GST ચૂકવવો પડશે.

ભેટ પર 10% TDS

વ્યસાયિકો તરફથી મળનારી ભેટ પર 10 ટકા TDS લાગશે. આ ટેક્સ સોશિયલ મીડિયા (Social media) પ્રભાવકો(ઈન્ફલુસર) અને ડોક્ટરો પર પણ લાગુ થશે. ઇન્ફ્લુએન્સરે કંપની(Influencer Company) દ્વારા માર્કેટિંગ(Marketing)  માટે ઓફર કરવામાં આવતા ઉત્પાદનો પર ટીડીએસ ચૂકવવો પડશે. દવાઓના ફ્રી સેમ્પલ પર પણ ડોક્ટરોએ ટેક્સ ચૂકવવો પડશે.

જો તમે હજી સુધી તમારું આધાર-PAN લિંક કર્યું નથી, તો તમારા આધાર-PANને શક્ય તેટલી વહેલી તકે લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન છે. જો તમારી પાસે 30 જૂન પછી તમારી આધાર-PAN લિંક નથી, તો તમારે ડબલ પેનલ્ટી(Double penalty) ચૂકવવી પડશે.

આ સમાચાર પણ વાંચો : મોંધવારીનો માર- નવો GST નિયમ અમલમાં આવતા અનબ્રાંડેડ ચોખા અને ઘઉંના લોટના પેકેજ્ડ થશે મોંઘા- જાણી લો બીજું શું થશે મોંઘું

નવા નિયમો અનુસાર, પહેલી જુલાઈથી, તમારે લર્નર્સ ડ્રાઇવિંગ લાઇસન્સ(Learners driving license) મેળવવા માટે હવે RTO ઑફિસમાં જવાની જરૂર નથી. જો તમે રજિસ્ટર્ડ ટ્રેનિંગ ઑફિસમાંથી(Registered Training Office) ડ્રાઇવિંગ શીખો છો, તો તમને ટ્રેનિંગ પૂરી કર્યા પછી ડ્રાઇવિંગ લાઇસન્સ મળશે.

બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી(Bureau of Energy Efficiency) એ પહેલી જુલાઈથી ACના એનર્જી રેટિંગ નિયમોમાં(Energy rating rules) ફેરફાર કર્યો છે. પરિણામે, ACના ભાવમાં 10 ટકાનો વધારો થશે. ઉપરાંત, Hero MotoCorp એ તેના વાહનોની કિંમતો(Vehicle prices) વધારીને રૂ. 3,000 કરી છે.

જો એક વર્ષના સમયગાળામાં ક્રિપ્ટો કરન્સીમાં(Crypto currency) 10,000 રૂપિયાથી વધુની લેવડદેવડ થાય તો 1 ટકા TDS ચૂકવવો પડશે.

ગેસ સિલિન્ડરની(Gas cylinder) કિંમત દર મહિનાની પહેલી તારીખે બદલાય છે. એલપીજીના ભાવ પહેલી જુલાઈએ વધે તેવી શક્યતા છે.
 

Reliance Investment: કચ્છના રણથી જામનગરના કિનારા સુધી અંબાણીનું સામ્રાજ્ય! ₹7 લાખ કરોડના રોકાણ સાથે ગુજરાત બનશે દુનિયાની નવી ઇકોનોમિક પાવર
Income Tax Act 2025: 1 એપ્રિલથી દેશમાં લાગુ થશે નવો ટેક્સ કાયદો, 64 વર્ષ જૂના નિયમો હવે ઇતિહાસ બનશે.
Gold Price Today: સોનાના ભાવમાં ભયાનક ભડકો! MCX પર પહેલીવાર ₹1.40 લાખને પાર, ચાંદીના ભાવ સાંભળીને પણ પરસેવો છૂટી જશે
Share Market: રોકાણકારો અને ગ્રાહકો ખાસ નોંધજો! 15 જાન્યુઆરીએ મુંબઈમાં મતદાનને કારણે શેરબજાર અને બેંકો ચાલુ રહેશે કે બંધ? જાણો લેટેસ્ટ અપડેટ
Exit mobile version