Site icon

આર્થિક પ્રતિબંધોનો સામનો કરી રહેલા રશિયાએ આપી ભારતને આ ઓફર, ઓફરનો સ્વીકાર કર્યો તો આર્થિક ક્ષેત્રે થઈ શકે છે ફાયદો. જાણો વિગતે

Indian Oil Price: Russian oil to India in June the cheapest since war in Ukraine

Indian Oil Price: Russian oil to India in June the cheapest since war in Ukraine

News Continuous Bureau | Mumbai 

યુક્રેન પર હુમલા બાદ રશિયા અનેક પ્રતિબંધનો સામનો કરી રહ્યું છે. અમેરિયે રશિયાના ઓઈલ અને ગેસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. નાટોના અનેક સભ્યોએ રશિયાનો બોયકોટ કર્યો છે. તેથી આર્થિક સંકડામણ નો સામનો કરી રહેલા રશિયાએ ભારતને ઓઈલ-ગેસ સહિતની કોમોડિટીઝમાં મોટા પ્રમાણમાં ડિસ્કાઉન્ટની ઓફર મળી છે. ભારત સરકાર આ ઓફર પર વિચાર કરી રહી છે.

Join Our WhatsApp Community

અનેક પ્રતિબંધોનો સામનો કરી રહેલા રશિયાએ તેના ઓઈલ અને ગેસ સહિતના અન્ય પુરવઠા માટે નવા  બજારો શોધી રહ્યું છે. જેનો ફાયદો ભારતને મળી શકે છે. રશિયાએ મોટા પ્રમાણમાં ડિસ્કાઉન્ટ ઓફર કરતા સસ્તું  ક્રૂડ ઓઈલ તથા અન્ય કોમોડિટીઝની ખરીદી કરવાની તૈયારી ભારત કરી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : ફેબ્રુઆરીમાં મોંઘવારીએ માઝા મૂકી, જથ્થાબંધ ફૂગાવો 13.11 ટકા રહ્યો; જાણો કઈ કઈ વસ્તુઓના ભાવ વધ્યાં

ભારત તેની જરૂરિયાતના 80 ટકા ઓઇલ આયાત કરે છે. રશિયા પાસેથી બેથી ત્રણ ટકા આયાત કરે છે. આ વર્ષે અત્યાર સુધી તેલના ભાવમાં 40 ટકા સુધીનો વધારો થયો છે. તેથી ઘરઆંગણે ઈંધણના દર ઘટાડવા સરકાર આ ઓફર પર વિચાર કરી રહી છે.

અહીં ઉલ્લેખનીય છે કે અમેરિકાએ શક્ય હોય એટલું અંતર રશિયાથી રાખવાની ભારતને સલાહ આપી છે.  તેમાં પણ રશિયા પાસેથી એસ-400 મિસાઈલ સિસ્ટમ ખરીદવા વર્ષ 2018માં 5.5 અબજ ડોલરની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. ત્યારથી આ મુદ્દે અમેરિકાએ નારાજગી જાહેર કરી છે.

Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Exit mobile version