Site icon

BSE પર લૉન્ચ થયાSUFI સ્ટીલ બિલેટ્સના ફ્યુચર્સ-કૉન્ટ્રૅક્ટ; જાણો કઈ રીતે સ્ટીલ ક્ષેત્રને થશે ફાયદો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૩ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

શુક્રવાર

JSW ગ્રુપના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર સજ્જન જિંદાલ દ્વારા બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE) પર કાર્બન સ્ટીલ બિલેટ્સમાં ડિલિવરી આધારિત કૉન્ટ્રૅક્ટનો વેપાર શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ઉદ્યોગના સહભાગીઓની જરૂરિયાત અને ભાગીદારીને ધ્યાનમાં રાખીને ફ્યુચર્સ કૉન્ટ્રૅક્ટ સ્ટીલ યુઝર્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા (SUFI) સાથે સંયુક્ત રીતે બનાવવામાં આવ્યો હતો.

આ અગાઉ રૂ. 1.11 લાખ કરોડના નૅશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન (NIP)ની જાહેરાત કરવામાં આવી હતી. ઉપરાંત રૂ.20 લાખ કરોડનું આત્મનિર્ભર પૅકેજ પણ જાહેર કરવામાં આવ્યું હતું અને સ્પેશિયાલિટી સ્ટીલ માટે ઉત્પાદન આધારિત પ્રોત્સાહન યોજના (PLI) પણ જાહેર કરવામાં આવી હતી, જેને પગલે સ્ટીલ ક્ષેત્રમાં સારા ભવિષ્યનો સંકેત મળ્યો હતો. આને ધ્યાનમાં રાખીને સ્ટીલ ફ્યુચર્સ કૉન્ટ્રૅક્ટ ઉત્પાદકો માટે તેમ જ ગ્રાહકો માટે અતિ ઉપયોગી બની રહેશે અને તેઓ જોખમને સારી રીતે મૅનેજ કરી શકશે.

કર્ણાટક હાઈકોર્ટેનો એમેઝોન-ફ્લિપકાર્ટ કંપનીને ઝટકો. હવે તેમની વિરુદ્ધમાં તપાસ થઈ શકશે

આ સંદર્ભે સજ્જન જિંદાલે કહ્યું હતું કે અન્ય કૉમોડિટીઝથી વિપરીત દેશના સ્ટીલ ઉદ્યોગમાં ભાવ નક્કી કરવા અથવા ભાવના જોખમને મૅનેજ કરવા માટે જરૂરી પારદર્શક બેન્ચમાર્કનો અભાવ છે. BSE પર સ્ટીલ બિલેટ્સના ફ્યુચર્સ કૉન્ટ્રૅક્ટ લૉન્ચ થવાને કારણે સ્ટીલની ફિઝિકલ સપ્લાય ચેઇન ભાવના જોખમને નિવારવામાં ઉત્તમ સ્થિતિમાં હશે.

ઉલ્લેખનીય છે કે આ કૉન્ટ્રૅક્ટમાં ટ્રેડિંગ યુનિટ 10 મૅટ્રિક ટનનું છે અને બેઝ વૅલ્યુ ટનદીઠ દર્શાવવામાં આવશે. કૉન્ટ્રૅક્ટની ટિક સાઇઝ એટલે કે મિનિમમ મૂવમેન્ટ પ્રાઇઝ રૂ.10 છે, તો મહત્તમ ઑર્ડરની સાઇઝ 500 મૅટ્રિક ટનની છે.

UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Exit mobile version