ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022
શુક્રવાર.
નબળા વૈશ્વિક સંકેતો સાથે ભારતીય શેરબજારમાં પણ ઘટાડા સાથે કારોબારની શરૂઆત થઇ છે.
બંને મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાન નીચે ને મોટા ઘટાડા સાથે શરૂઆતી કારોબાર કરતા નજરે પડી રહ્યા છે.
સેન્સેક્સ 885.56 અંક ઘટીને 58,040.47 પર ટ્રેડ કરી રહ્યો છે તો નિફ્ટી 250.90 અંક ઘટીને 17,354.95 પર ટ્રેડ કરી રહ્યો છે.
આજના કારોબારમાં બેંક, ફાઈનાન્શિયલ અને આઈટી શેરોમાં જોરદાર વેચવાલી જોવા મળી રહી છે.
અમેરિકાના બજાર બે દિવસની તેજી બાદ તૂટ્યા હતા જેની અસર વિશ્વના અન્ય બજારો ઉપર પણ પડી છે.
ગુરુવારે ઇન્ડેક્સ 58,926.03 અને નિફટી 17,605 સ્તર પર બંધ થયો હતો.
