ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 નવેમ્બર, 2021
મંગળવાર
ભારતીય શેરબજારોમાં આજે સપ્તાહના બીજા દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે.
સેન્સેક્સ 308 અંક ઘટી 58157 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 75 અંક ઘટી 17340 પર કારોબાર કરી રહ્યો છે.
સેન્સેક્સ પર ઈન્ફોસિસ, ICIC બેન્ક, HUL, બજાજ ઓટો, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે
જોકે ટાટા સ્ટીલ, M&M, ITC, મારૂતિ સુઝુકી, પાવર ગ્રીડ કોર્પ સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે દિવાળી સહિત તહેવારોમાં સતત સારો ચાલી રહેલો સેન્સેક્સ ગઈકાલે એટલો ગગડ્યો હતો કે છેલ્લા સાત મહિનામાં બજારમાં આ સૌથી મોટો ઘટાડો હતો.
કોવિડથી મૃત્યુ પામેલાઓની વિધવાઓને વહારે આવી મુંબઈ મનપા. મહિલાઓને આપવામાં આવશે આ મદદ જાણો વિગત.
