ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 ઑક્ટોબર, 2021
શુક્રવાર
ભારતીય રિઝર્વ બેંકનાં ગવર્નર શક્તિકાંત દાસને આગામી ત્રણ વર્ષ માટે સેવામાં વધારો કરવામાં આવ્યો છે.
કેબિનેટ નિમણૂક સમિતિએ શક્તિકાંત દાસને વધુ ત્રણ વર્ષ માટે આરબીઆઈના ગવર્નર તરીકે ચાલુ રાખવા માટે મંજૂરી આપી છે.
ભાજપની વર્તમાન નરેન્દ્ર મોદી સરકારમાં તેઓ પહેલા એવા ગવર્નર છે જેમને આ પદ પર એક્સટેન્શન મળ્યું છે.
તેમનો કાર્યકાળ 10 ડિસેમ્બર, 2021 ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે
શક્તિકાંત દાસે 10 ડિસેમ્બર 2018ના રોજ રિઝર્વ બેંકના ગવર્નર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ આરબીઆઈના 25મા ગવર્નર બન્યા હતાં.
અગાઉનાં ગવર્નર્સે પદ પરથી રાજીનામું આપી દીધું હતું અથવા તેઓ એકેડેમિશિયન તરીકે તેમની સેવામાં પાછા ફર્યા છે.
