ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
ભારતીય શેરબજાર આજે ગુરૂવારે રેકોર્ડ ઊંચાઈ પર કારોબાર કરતું જોવા મળી રહ્યું છે.
આજે ટ્રેડિંગ દરમિયાન બોમ્બે સ્ટોક એક્સચેંજનો ઇન્ડેક્સ સેન્સેક્સ સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે.
BSEનો પ્રમુખ ઇન્ડેક્સ સેન્સેક્સ પહેલીવાર 59,000ના આંકડાને પાર કરી ગયો છે. તો નિફ્ટી ઇન્ડેક્સ 64.90 પોઇન્ટ એટલે કે 0.40 ટકાની મજબૂતી સાથે 17,589ના લેવલ પર કારોબાર કરી રહ્યો છે.
નિષ્ણાતોનું માનવું છે કે સરકાર દ્વારા રાહત પેકેજની જાહેરાત બાદ ઓટો અને ટેલીકોમ શૅરોમાં ઘણી હલચલ જોવા મળી રહી છે.
