ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 03 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
ભારતીય શેરબજારોમાં સપ્તાહના અંતિમ દિવસે તેજી જોવા મળી રહી છે.
માર્કેટ નવા રેકોર્ડ સાથે ખુલ્યા છે. પ્રથમ વખત સેન્સેક્સ 58000 અને નિફ્ટી 17250ની પાર પહોંચ્યો છે.
હાલ સેન્સેક્સ 217.58 પોઇન્ટ (0.38 ટકા) વધીને 58070.12 પર ખુલ્યો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 61.80 પોઈન્ટ (0.36 ટકા) ના વધારા સાથે 17296 ના સ્તર પર ખુલ્યો છે.
સેન્સેક્સ પર બજાજ ઓટો, ટાઈટન કંપની, મારૂતિ સુઝુકી, ઈન્ડસઈન્ડ બેન્ક, કોટક મહિન્દ્રા સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે.
બજાજ ઓટો 1.89 ટકા વધી 3792.00 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે ટાઈટન કંપની 1.79 ટકા વધી 2002.00 પર કારોબાર કરી રહ્યો છે.
જોકે HUL, ટેક મહિન્દ્રા, HCL ટેક, ટાટા સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.