Site icon News Continuous Bureau | Mumbai

શેરબજારમાં છપ્પરફાડ તેજી: સેન્સેક્સ 58000 અને નિફ્ટી 17250ને પાર, જાણો કયા કયા શેરના ભાવ વધ્યા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 03 સપ્ટેમ્બર, 2021 

Join Our WhatsApp Channel

શુક્રવાર

ભારતીય શેરબજારોમાં સપ્તાહના અંતિમ દિવસે તેજી જોવા મળી રહી છે. 

માર્કેટ નવા રેકોર્ડ સાથે ખુલ્યા છે. પ્રથમ વખત સેન્સેક્સ 58000 અને નિફ્ટી 17250ની પાર પહોંચ્યો છે.

હાલ સેન્સેક્સ 217.58 પોઇન્ટ (0.38 ટકા) વધીને 58070.12 પર ખુલ્યો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 61.80 પોઈન્ટ (0.36 ટકા) ના વધારા સાથે 17296 ના સ્તર પર ખુલ્યો છે.

સેન્સેક્સ પર બજાજ ઓટો, ટાઈટન કંપની, મારૂતિ સુઝુકી, ઈન્ડસઈન્ડ બેન્ક, કોટક મહિન્દ્રા સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. 

બજાજ ઓટો 1.89 ટકા વધી 3792.00 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે ટાઈટન કંપની 1.79 ટકા વધી 2002.00 પર કારોબાર કરી રહ્યો છે. 

જોકે HUL, ટેક મહિન્દ્રા, HCL ટેક, ટાટા સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

SpiceJet Financial Crisis સ્પાઈસજેટ પર નાણાકીય સંકટના વાદળ ફ્લાઈટ્સ રદ થતાં એરલાઈન બંધ થવાની ચર્ચાએ જોર પકડ્યું
Reliance Satellite Network સ્ટારલિંકનો ખેલ બગાડવાની તૈયારી વર્ષ 2035 સુધીમાં 1,600 ઉપગ્રહો લોન્ચ કરવાનો પ્લાન
RBI Action Finance Companies એકસાથે 63 ફાઇનાન્સ કંપનીઓના લાઇસન્સ રદ, 49 NBFC ની નોંધણી રદ અને 14 સંસ્થાઓએ પરત કર્યા પરવાના
India Wholesale Inflation છૂટક બાદ હવે જથ્થાબંધ મોંઘવારીનો પણ મોટો ઝટકો ઓક્ટોબરમાં WPI મોંઘવારી દર વધીને 12.29 ટકા પર પહોંચ્યો
Exit mobile version