News Continuous Bureau | Mumbai
નાના કરદાતા(Tax payer)ઓ માટે રાહતના સમાચાર છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)એ અધિકારીઓને 50 લાખ રૂપિયાથી ઓછા ટેક્સવાળી 6 વર્ષ જૂની ફાઈલો નહીં ખોલવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.
CBDT આ નિર્ણયને કારણે, નાણાકીય વર્ષ 2012-13, 2013-14 અને 2014-15 દરમિયાન જો કોઈ કરદાતાનો ટેક્સ 50 લાખથી ઓછો હશે તો તેને રિ-એસેસમેન્ટની નોટિસ (Notice of re-assessment)મોકલવામાં આવશે નહીં.
અહીં ઉલ્લેખનીય છે કે 2021-22ના બજેટમાં કેન્દ્ર સરકારે(Central govt) આવકવેરા આકારણીને ફરીથી ખોલવાનો સમય 6 વર્ષથી ઘટાડીને 3 વર્ષ કરી દીધો હતો, જોકે આવકવેરા વિભાગ(IT department) દ્વારા આ પછી પણ 3 વર્ષથી વધુના ટેક્સ સંબંધિત તમામ કેસોમાં રી-એસેસમેન્ટ માટે નોટિસ મોકલવામાં આવી હતી.
કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના કહેવા મુજબ હવેથી છ વર્ષ જૂની ફાઈલને નોટિસ મોકલવામાં આવશ નહીં. જોકે CBDTના અધિકારીના કહેવા મુજબ 2015-16 અને 2016-17 માટે કારણ બતાવો નોટિસ મોકલી શકાય છે.
આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર, હવે ફ્લેટ રજિસ્ટ્રેશન સાથે જ ડીમ્ડ કન્વેયન્સ પણ થઈ જશે. જાણો મહારાષ્ટ્ર સરકારના મોટા નિર્ણય વિશે. જાણો વિગતે.
CAITના કહેવા મુજબ આ માટે 30 દિવસમાં રિએસેસમેન્ટની પ્રક્રિયા (process of re-assessment)શરૂ કરવી જોઈએ અને કરદાતાને માહિતી આપવી જોઈએ. CBDTએ ટેક્સ અધિકારીઓને રિ-એસેસમેન્ટ માટે કરદાતાઓને બે અઠવાડિયાનો સમય આપવા પણ કહ્યું છે. CBDTએ સાથે એમ પણ કહ્યું છે કે, જો કરદાતા(TAx payer) તરફથી એક્સટેન્શનની કોઈ વિનંતી આવે છે, તો સમય મર્યાદા વધારી શકાય છે.
CAITના દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલિઝ મુજબ પદાધિકારીના કહેવા મુજબ સરકારે બજેટ(budget)માં ઈન્કમટેક્સ એસેસમેન્ટ રીઓપન(Incometax assessment reopen) કરવાનો સમય 6 વર્ષથી ઘટાડીને 3 વર્ષ કરી દીધો હતો, તેની સાથે રિએસેસમેન્ટ માટે નોટિસ પણ મોકલવામાં આવી હતી. ત્યારબાદ આ નોટિસોને કોર્ટમાં પડકારવામાં આવી હતી. પડકાર બાદ, આવકવેરા વિભાગે આ નોટિસ ચાલુ રાખવા માટે સુપ્રીમ કોર્ટ(Supreme court)માં અપીલ દાખલ કરી. સર્વોચ્ચ અદાલતે આવકવેરા વિભાગની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, જો કે આ પછી હવે આવકવેરા વિભાગે(IT departmetn) નાના કરદાતાઓને રાહત આપવાનો નિર્ણય કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : ઓનલાઇન ફ્રોડથી કેવી રીતે બચશો? વધતા ઓનલાઈન ફ્રોડ સામે અવેરનેસ લાવવા બોરીવલી પોલીસે લીધા ક્લાસ…

