ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 નવેમ્બર, 2021
ગુરુવાર
દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ જાહેરાત કરી છે કે આગામી ત્રણ વર્ષની અંદર તે આખા ભારતમાં 10,000 ચાર્જીગ સ્ટેશનો બનાવશે. બુલેટ ગયા છે કે થોડા દિવસ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૭૦ સુધીમાં ભારત દેશને સંપૂર્ણ રીતે કાર્બન મુક્ત દેશ બનાવવાનો સંકલ્પ જાહેર કર્યો છે. વડાપ્રધાનની આ જાહેરાત પછી આઇઓસીએ આ જાહેરાત કરી છે.
આઇઓસી પાસે ભારત દેશમાં સેંકડોની સંખ્યામાં પેટ્રોલ પંપ છે. પ્રેસ રિલીઝ માં તેમણે જાહેરાત કરી છે કે દરેક ૫૦ કિલોમીટરના અંતરે ૫૦ કિલોવોટનું અને પ્રત્યેક સો કિલોમીટરના અંતરે 100 કિલો વોટનું ચાર્જીંગ સ્ટેશન હશે.
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની આ નવી પહેલને કારણે ઇલેક્ટ્રોનિક વાહન ધરાવતા લોકોને ઘણી રાહત રહેશે.
