Site icon

હવે 6 દિવસ નહિ ભરી શકાય ઇન્કમ ટૅક્સ રિટર્ન; 7 જૂનથી શરૂ થશે નવું પૉર્ટલ, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૩૧ મે 2021

Join Our WhatsApp Community

સોમવાર

આવકવેરા વિભાગ જૂન મહિનાની શરૂઆતમાં કરદાતાઓ માટે નવું ઈ-ફાઇલિંગ વેબ પૉર્ટલ રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. એનો ઉપયોગ ITR ફાઇલ કરવા અને અન્ય કર સંબંધિત કાર્યો માટે થઈ શકશે. નવું પૉર્ટલ પહેલાં કરતાં વધુ સુવિધાજનક હશે. જૂના પૉર્ટલ પરથી નવા પોર્ટલ પર માઇગ્રેટ થવા માટે છ દિવસનો સમય લાગશે, જેથી 1થી 6 જૂન દરમિયાન હાલનું પૉર્ટલ બંધ રહેશે.

હવેથી incometaxindiaefilling.gov.in પૉર્ટલ કાર્યરત રહેશે નહિ અને ૭ જૂનથી incometax.gov.in નવું પૉર્ટલ શરૂ કરાશે. ફરિયાદની કોઈપણ સુનાવણી અથવા નિવારણ ૧૦ જૂન પછી જ થઈ શકશે. આ દરમિયાન કરદાતા અને ખાતાના અધિકારી વચ્ચે સુનિશ્ચિત થયેલ કોઈપણ કામ મુલતવી રાખી શકાય છે.

તો હવે કોરોનાની સારવાર માટે મળશે પાંચ લાખ રૂપિયા સુધીની લોન; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે નવા પૉર્ટલ પર કરદાતાઓને પહેલેથી ભરેલા રિટર્ન ફૉર્મ મળશે. આ સાથે કર અધિકારીઓ નવા પૉર્ટલ દ્વારા નોટિસ અને સમન મોકલવા સાથે કરદાતાઓના સવાલના જવાબ પણ આપી શકશે. નાણાં મંત્રાલયે ૨૦૨૦-૨૧ માટે રિટર્ન ફાઇલ કરવાની મુદત લંબાવીને ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધી કરી છે.

Instant House Help Apps India: ગૃહિણીઓ માટે મોટી રાહત: એપ પરથી બુક કરો અને ૧૦ મિનિટમાં ઘરકામમાં મદદ મેળવો; શું માત્ર ₹૧૦૦ની આ સ્કીમ સફળ થશે?.
Gold and Silver: સોનાનો ભાવ આભે આંબ્યો: ₹૧.૬૦ લાખના લેવલ પર પહોંચ્યું સોનું, ચાંદી પણ મોંઘી થઈ; જુઓ આજના લેટેસ્ટ ભાવ.
Anil Ambani: અનિલ અંબાણી વિરુદ્ધ CBIની મોટી કાર્યવાહી, ₹૨,૨૨૦ કરોડની લોન ફ્રોડમાં નવો કેસ; જાણો શું છે સમગ્ર મામલો.
Gold Silver Price Today: ચાંદીના ભાવમાં ગાબડું: ૨૪ કેરેટ સોનાના ભાવમાં ઘટાડો; જાણો દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોમાં ૨૨ અને ૧૮ કેરેટનો લેટેસ્ટ રેટ.
Exit mobile version