Site icon

RBI અને નાણાં મંત્રાલયનો મહત્વનો નિર્ણય- ભારતીય ચલણી નોટો પર હવે આ મહાનુભવોની પણ તસવીર જોવા મળશે- જાણો વિગતે

 ભારતીય ચલણ(Indian currency) પર બહુ જલદી હવે મહાત્મા ગાંધી(Mahatma Gandhi) સિવાય દેશના અન્ય મહાનુભવોની તસવીર જોવા મળવાની છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા(RBI) અને નાણા મંત્રાલય(Ministry of Finance)ને ચલણી નોટ(Currency note) પરની તસવીરને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત હવે ભારતીય નોટ પર રવીન્દ્રનાથ ટાગોર(Rabindranath Tagore) અને દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઈલ મેન અબ્દુલ જે. કલામ(Abdul J. Kalam)ની તસવીર પણ જોવા મળશે.

દેશમાં પ્રથમ વખત ચલણી નોટ પરની તસવીર મહાત્મા ગાંધી(Mahatma Gandhi) સિવાય અન્ય મહાન હસ્તીઓની તસવીર છાપવામાં આવવાની છે. રિપોર્ટ મુજબ પ્રિન્ટિંગ એન્ડ મીટીંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(Printing and Meeting Corporation of India) તરફથી ગાંધીજી, ટાગોર અને અબ્દુલ કલામના વોટરમાર્ક તસવીરના સેમ્પસના બે અલગ-અલગ સેટ IIT દિલ્હી અમેરિટસમાં મોકલવામાં આવ્યા હતા. ત્યાં બે સેટને પસંદ કરવામાં આવ્યા છે. હવે બહુ જલદી સરકાર તેના પર નિર્ણય લેવાની છે.

Join Our WhatsApp Community

મિડિયાના અહેવાલ મુજબ ત્રણ તસવીર પસંદ કરવા માટે હાઈ લેવલ પર બેઠક થશે. 3 વોટરમાર્ક સેમ્પલની ડિઝાઈનને સત્તાવાર મંજૂરી મળી હતી. જોકે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

અહીં ઉલ્લેખનીય છે કે વિશ્વના અનેક દેશોના ચલણી નોટ પર અલગ અલગ તસવીરોનો ઉપયોગ કરવામાં આવે છે. અમેરિકી ડોલર(USD)ની જુદી જુદી નોટ પર જ્યોર્જ વોશિંગ્ટન(George Washington), બેન્જામિન ફ્રેન્કલિન(Benjamin Franklin), થોમસ જેફરસન(Thomas Jefferson), એન્ડ્ર્યૂ જૈકસન(Andrew Jackson), એલેકઝાન્ડર હેમિલ્ટન(Alexander Hamilton) અને અબ્રાહમ લિંકન(Abraham Lincoln)નો સમાવેશ થાય છે.

 

Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version