Site icon News Continuous Bureau | Mumbai

વેપારીઓ ફરી નિરાશ, નવી ગાઇડલાઇનને કારણે હવે દુકાનદારોને વધુ છૂટ નહીં મળે;જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૬ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

શનિવાર

કોરોનાના ડેલ્ટા અને ડેલ્ટા પ્લસને કારણે ગંભીર ત્રીજી લહેરના અહેવાલો વચ્ચે, મહારાષ્ટ્ર સરકારે કહ્યું છે કે હવે રાજ્યમાં પ્રતિબંધો હળવા થઈ શકશે નહિ. હવે પૉઝિટિવિટી રેટ ઘટે તો પણ ત્રીજા તબક્કાથી નીચેના તબક્કાના નિયમો જિલ્લામાં લાગુ કરાશે નહિ. એથી હવે વેપારીઓ માટે હાલાકી વધી છે. મુંબઈના વેપારીઓને આશા હતી કે ટૂંક સમયમાં વધુ છૂટછટ મળશે, પરંતુ સરકારે બહાર પડેલા આજના આદેશ મુજબ તેમની આશા પર પાણી ફરી વળ્યું છે.

આ અંગે ફેડરેશન ઑફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફેર ઍસોસિએશન (FRTWA)ના પ્રેસિડેન્ટ વિરેન શાહે એક પરિપત્ર દ્વારા કહ્યું છે કે “મહારાષ્ટ્ર સરકારે નવા ડેલ્ટા વેરિયન્ટ અને ભારત સરકારની ત્રીજી લહેર અંગેની ચેતવણીને આધારે આ કૉલ લઈ રહી છે. આનાથી ધંધામાં ખૂબ જ ખરાબ અવરોધ ઊભો થશે અને ઇ-કૉમર્સને ફાયદો થશે.”

બરબાદીને આરે પહોંચેલા કાપડબજારના વેપારીઓ; લોકલ ટ્રેન સામાન્ય નાગરિકો માટે ચાલુ નહીં કરો તો અમારું અસ્તિત્વ મટી જશે : કાપડબજારના વેપારીની વ્યથા

ઉલ્લેખનીય છે કે તેમણે એવો પણ મત વ્યક્ત કર્યો હતો કે આવા નિર્ણયને કારણે મહારાષ્ટ્રના વ્યવસાયો પર ખરાબ અસર પડશે, કારણ કે ઓવરહેડ ખર્ચ, જાળવણી ખર્ચ, પગાર, ભાડું ભરી શકાશે નહિ, એથી ઘણા વેપારીઓ ખર્ચ બચાવવા માટે પોતાનો ધંધો બંધ રાખશે.

Service charge ગ્રાહકોની સહમતિ વગર બિલમાં ‘સર્વિસ ચાર્જ’ વસૂલવો પડશે મોંઘો, સીસીપીએ એ ચાયોસ અને બાર્બેક્યુ નેશન સહિત 41 રેસ્ટોરન્ટ્સ પર ફટકાર્યો દંડ,
Luxury life net worth India અમીરોની યાદીમાં સામેલ થવા અને શાહી જીવનશૈલી જીવવા કેટલા નાણાં છે જરૂરી? જાણો શું કહે છે રિપોર્ટ
Post Office PPF Formula પોસ્ટ ઓફિસની સુપરહિટ ફોર્મ્યુલા, આ સ્કીમમાં રોકાણ કરીને બની શકો છો કરોડપતિ, જાણો વ્યાજ દર અને ટેક્સ સેવિંગ ગણિત
Crude oil crosses 90 dollars ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો કિંમતો ૯૦ ડોલરને વટાવી જતાં વૈશ્વિક બજારમાં ફેલાઈ દહેશત…
Exit mobile version