Site icon

બાંગ્લાદેશની મદદે આવ્યા અદાણી- કરશે એવું કામ જેને કારણે બાંગ્લાદેશના લોકોનું જીવન સરળ થશે

News Continuous Bureau | Mumbai

ગૌતમ અદાણી (Gautam Adani)ની આગેવાની હેઠળની અદાણી પાવર(Adani Power) આગામી સમયમાં બાંગ્લાદેશ(Bangladesh)ને વીજળી પૂરી પાડશે. બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના(Bangladesh PM Sheikh Hasina) વાજેદને મળ્યા પછી, અદાણી જૂથના વડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર આ સંબંધિત માહિતી શેર કરી છે. બાંગ્લાદેશના વડા પ્રધાન(PM Modi)ને મળ્યા પછી, વિશ્વના ત્રીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ, ગૌતમ અદાણીએ જણાવ્યું છે કે અદાણી જૂથ આ વર્ષે ભારતમાં કોલસા આધારિત પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતી વીજળીની બાંગ્લાદેશમાં નિકાસ કરવાનું શરૂ કરશે. આ માટે યોજના તૈયાર કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

ગૌતમ અદાણીએ જણાવ્યું છે કે, આ વર્ષે બાંગ્લાદેશના વિજય દિવસ (16 ડિસેમ્બર 2022) દ્વારા ઝારખંડ(Jharkhand)ના ગોડ્ડામાં 1600 મેગાવોટનો ગોડ્ડા પાવર પ્રોજેક્ટ(Godda Powr Project) અને બાંગ્લાદેશ માટે ખાસ ડિઝાઇન કરાયેલ ટ્રાન્સમિશન લાઇન શરૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો :  ચોમેર ટીકા થયા પછી કાર અને ટેકનોલોજી ઉત્પાદક કંપનીએ વિડીયોના માધ્યમથી સમજાવ્યું કે પાછળની સીટ બેલ્ટ કેમ પહેરવો જરૂરી છે- તમે પણ વિડીયો જુઓ 

ઉલ્લેખનીય છે કે, ગૌતમ અદાણી વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ તેમજ એશિયાના સૌથી ધનિક અબજોપતિ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, તેમની કુલ સંપત્તિ લગભગ 141 બિલિયન ડોલર છે. બાંગ્લાદેશમાં ઊર્જાની નિકાસના અહેવાલો વચ્ચે મંગળવારે અદાણી ગ્રૂપની કંપની અદાણી પાવરના શેરમાં અપર સર્કિટ લાગી હતી. કંપનીનો શેર પાંચ ટકાની મજબૂતી સાથે રૂ. 410ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો હતો. કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન આશરે રૂ. 1,58,057.36 કરોડ છે.

Short Description

ગૌતમ અદાણી વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ તેમજ એશિયાના સૌથી ધનિક અબજોપતિ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, તેમની કુલ સંપત્તિ લગભગ 141 બિલિયન ડોલર છે.

આ સમાચાર પણ વાંચો :  ઉત્તર મુંબઈના કોંગ્રેસના ધારાસભ્ય અસલમ શેખના માટે મોટી મુસીબત આવી- ગેરકાયદે સ્ટુડિયો સંદર્ભે બીએમસી એ આ મોટું પગલું લીધું

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version