Site icon

ખાદ્ય તેલના વધતા ભાવ પર કેન્દ્ર સરકાર લાવશે અંકુશ, ખાદ્ય તેલ અને પામ તેલની આયાત ઘટાડાશે, એ માટે સરકારે 11,040 કરોડ રૂપિયાની નવી સ્કીમ કરી મંજૂર; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 19 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

તહેવારો દરમિયાન દેશમાં ખાદ્ય તેલ અને પામતેલના ભાવ  આસમાને પહોંચેલા છે. એવા સમયે ભારત સરકારે ખાદ્ય તેલ અને પામ તેલની આયાત ઘટાડીને એના માટે આત્મનિર્ભર બનવા માટે 11,040  કરોડ રૂપિયાની નૅશનલ મિશન ઑન એડિબલ ઑઈલ ઍન્ડ પામ યોજનાને કૅબિનેટમાં મંજૂર કરી છે. એથી આગામી સમયમાં તેલના ભાવ અંકુશમાં આવે એવી શક્યતા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બુધવારે થયેલી બેઠકમાં કૃષિ મંત્રાલયે આ પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ મહિનાની શરૂઆતમાં જ વડા પ્રધાને નવી યોજનાની જાહેરાત કરી હતી.

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાથી શું ભારતમાં ડ્રાયફ્રૂટ્સ મોંઘાં થશે? જાણો વિગત

કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે આ બાબતે મોડેથી જાણકારી આપી હતી કે સરકારે તેલના ભાવ અંકુશમાં લાવવા અને આયાત ઘટાડવા બે નિર્ણય લીધા છે. એમાં પામ તેલના કાચા માલની કિંમત સરકાર નક્કી કરશે. બીજું, બજારમાં થતી ઊતર-ચઢને કારણે ખેડૂતોને તેમના પાકનું મૂલ્ય ઓછું થવાના સંજોગોમાં  કેન્દ્ર સરકાર DBTના માધ્યમથી ખેડૂતોને નુકસાની ભરપાઈ કરશે.
અહીં ઉલ્લેખનીય છે કે ભારત પોતાની તેલની જરૂરિયાત પૂરી કરવા માટે મોટા પાયા પર આયાત પર નિર્ભર છે. દેશમાં દર વર્ષે 2.4 કરોડ ટન ખાદ્ય તેલનું ઉત્પાદન થાય છે. બાકીની જરૂરિયાત પૂરી કરવા માટે અન્ય દેશોમાંથી તેલની આયાત કરવી પડે છે. ભારત ખાસ કરીને ઇન્ડોનેશિયા અને મલેશિયાથી પામ તેલ, બ્રાઝિલ અને આર્જેન્ટિનાથી  સોયા તેલ અને રશિયા તથા યુક્રેનથી સૂર્યમુખીનું તેલ આયાત કરે છે. કુલ આયાતમાં  પામ તેલનો હિસ્સો 55 ટકા છે.

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version