Site icon

નવી મુંબઈની એપીએમસીમાં શાકભાજી સસ્તી પરંતુ રિટેલ બજારમાં શાકભાજીના ભાવ પહોંચ્યા આસમાને; જાણો વિગત ..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ,24 જુલાઈ  2021

Join Our WhatsApp Community

શનિવાર.

નવી મુંબઈમાં આવેલી એપીએમસી બજારમાં હોલસેલ બજારમાં રોજની 500થી વધુ શાકભાજીના ટ્રક ઠલવાઈ રહ્યા છે. સપ્લાય વધુ હોવાથી શાકભાજીના હોલસેલ ભાવમાં 20 ટકાથી પણ વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે. પંરતુ તેની સામે  રિટેલ બજારોમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચેલા છે.

હોલસેલ બજારમાં મોટા પ્રમાણમાં માલ ઠલવાઈ રહ્યો છે, તેની સામે રિટેલમાં ડીમાન્ડ ઓછી હોવાથી રોજ મોટા પ્રમાણમાં એપીએમસી બજારમાં શાકભાજી કચરામાં ઠલવાઈ રહી છે. માલ વધુ હોવાથી હોલસેલમાં શાકભાજીના ભાવમાં પણ ઘરખમ ઘટાડો થયો છે. જોકે તેનો રિટેલ ગ્રાહકોને કોઈ ફાયદો થયો નથી. રિટેલ બજારમાં ગ્રાહકો મોંધા ભાવે જ શાકભાજી ખરીદી રહ્યા છે.

એપીએમસીના ડાયરેકટર અને એપીએમસી વેજીટેબલ હોલસેલ અસોસિયેશનના સભ્ય શંકર પિંગળેએ ન્યુઝ કન્ટીન્યુઝને જણાવ્યું હતું કે હોલસેલ બજારમાં પુષ્કળ પ્રમાણમાં રાજયમાંથી માલ ઠલવાઈ રહ્યો છે. જેમા મહારાષ્ટ્રના બહારથી 10થી 20 ટકા શાકભાજી આવે છે. તો બાકીની નાશિક, સોલાપુર વગેરેથી આવે છે. હાલ સતારા, સાંગરીમાં ભારે વરસાદ હોવાથી ત્યાંથી ઓછા પ્રમાણમાં માલ આવી રહ્યો છે. એપીએમસીમાં માલની સપ્લાય વધુ છે તેની સામે ડિમાન્ડ નથી તેથી હોલસેલ બજારમાં શાકભાજીની કિંમતમાં લગભગ 20 ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

હોસલેસ બજારમાં માલ ફેંકવામાં જઈ રહ્યો છે એ બાબતે શંકર પિંગળેએ કહ્યું હતું કે રિટેલમાં ડિમાન્ડ ઘટી ગઈ છે. તેને કારણે હોલસેલમાં ખરીદી નથી. તેથી મોટા પ્રમાણમાં એપીએમસીમાં માલ વેચાયા વગરનો ફેંકવામાં જઈ રહ્યો છે. વરસાદને કારણે શાકભાજીને લાંબો સમય જાળવી સકાતી નથી.

હોલસેલમાં શાકભાજી સસ્તી છે પણ રિટેલમાં મોંધી છે એ બાબતે એપીએમસીના એક વેપારીએ કહ્યું હતું કે હોલસેલમાં માલ મોટા પ્રમાણમાં છે. પરંતુ ભારે વરસાદને કારણે તે  રિટેલ બજાર  સુધી પહોંચતા તેના પર ટ્રાન્સપોર્ટેશન સહિતનો ખર્ચ લાગી જાય છે. તેમાં પાછું રિટેલ વેપારીઓને પણ સવારથી બપોર સુધીના અમુક કલાકો જ ધંધો કરવાનો હોય છે. તેથી તેઓ પણ મેક્ઝિમમ પ્રોફિટ રળી લેવાના પ્રયાસમાં હોય છે. તેથી રિટેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. રિટેલ ભાવમાં વધારો હોવાથી લોકો મોંધા શાકભાજીને બદલે કઠોળ ખાવાનું પસંદ કરે છે. વરસાદમાં શાકભાજી પણ જલદી સડી જતી હોય છે. તેથી લોકો લીલા પત્તા ભાજીઓ પણ ખરીદવાનું ટાળતા હોય છે.

દેશની અર્થવ્યવસ્થા માટે આગળનો રસ્તો બહુ વિકટ, દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે કેમ કરવી પડી આવી ભવિષ્યવાણી; જાણો વિગત

અહીં ઉલ્લેખનીય છે કે હોલસેલ બજારમાં કોથમીરની ઝૂડી 10થી 20 રૂપિયામાં વેચાઈ રહી છે, તેની સામે રિટેલમાં તેનો ભાવ એરિયા પ્રમાણે 30થી 40 રૂપિયા છે. ટમેટા હોલસેલ બજારમા 11થી 20 રૂપિયા કિલો સામે રિટેલમાં 30થી 35 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે.

Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
UPI: NPCI એ વધારી P2M મર્યાદા, હવે UPI દ્વારા થશે આટલા લાખ રૂપિયા સુધીના વ્યવહાર, જાણો વિગતે
Exit mobile version