News Continuous Bureau | Mumbai
દેશના શેરબજાર ઉપર એકચક્રી શાસન ધરાવતા એનએસઈમાં વિવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યા.
ચિત્રા રામકૃષ્ણ, રવિ નારાયણ બાદ હવે વર્તમાન અધ્યક્ષ વિક્રમ લિમયેએ પણ જુલાઈ 2022માં પૂર્ણ થઈ રહેલી ટર્મ પછી ખસી જવાની જાહેરાત કરી છે.
આ અંગે તેમણે બોર્ડને પત્ર લખીને જાણકારી આપી છે કે જુલાઈમાં ટર્મ પૂર્ણ થયા પછી કામ કરશે નહિ.
લિમયેએ એક પત્રમાં જણાવ્યું હતું કે, એક્સચેન્જની કામગીરી મજબૂત કરવા, તેને સ્થિરતા આપવા માટે બધા જ પગલાં ભર્યા છે પણ હવે તેઓ નિવૃત્ત થવા ઈચ્છે છે.
ઉલ્લેખનીય છે કે વિક્રમ લિમાયેના સમયમાં એનએસઇ ઉપર ફ્યુચર અને ઓપ્શનમાં વોલ્યુમ છ ગણું અને રોકડમાં બમણું થયું છે.
આ સમાચાર પણ વાંચો : ફરી વાર શેર માર્કેટમાં તેજી, સેન્સેક્સ-નિફ્ટીમાં આટલા અંકનો ઉછાળો આવ્યો; પરંતુ આ શેરોમાં જોરદાર કડાકો
