ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 નવેમ્બર 2021
શનિવાર.
ભારતમાં 5જી સર્વીસ ક્યારે શરૂ થશે. તેને લઈને સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે મહત્વની માહિતી આપી છે.
તેમણે કહ્યું કે ટ્રાય દ્વારા રિપોર્ટ સોંપવામાં આવે પછી આવતાવર્ષે એપ્રિલ-મે મહિનામાં 5જી સ્પેકટ્રમની હરાજી કરવામાં આવી શકે છે.
સાથે જ તેમણે કહ્યું કે ભારતની ટેલીકોમ સેવાઓને વૈશ્વિક સ્તરે સૌથી સારી બનાવી છે. જેથી સરકાર દ્વારા તેને લઈને ઘણા સુધારા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષના અંત સુધીમાં 5જી સ્પેકટ્રમની નિલામી કરવામાં આવશે તેવી આશા હતી પરંતુ હવે આવતા વર્ષે તેની નીલામી કરવામાં આવશે.
કોરોના રસી લેનારા સુરક્ષિત, નહીં લેનારને માથે છે આ ખતરો; જીનોમ સિક્વન્સિંગ લેબનો ખુલાસો; જાણો વિગતે
