Site icon News Continuous Bureau | Mumbai

નવા વીજળી બિલમાં કંપનીઓને ખર્ચ ગ્રાહકો પાસેથી વસૂલવા મંજૂરી અપાશે, વીજળી પ્રતિ યુનિટ ૫૦ પૈસા મોંઘી થઈ શકે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 નવેમ્બર  2021

Join Our WhatsApp Channel

મંગળવાર 

નવા બિલમાં રાજકીય પક્ષોને ખેડૂતોને મફત વીજળીનું ચૂંટણી વચન આપતા રોકવામાં આવશે. રાજકીય પક્ષોના આવા વચનોના કારણે ખેડૂતો વીજળીનું બિલ ભરતા નથી. દેશના અનેક રાજ્યોમાં આ પરંપરા ચાલી રહી છે. તેનાથી સરકારને આવકમાં પણ નુકસાન થાય છે. બીજીબાજુ મફત વીજળી મળવાથી ખેડૂતો દિવસ-રાત સિંચાઈ પમ્પ ચલાવીને જરૂરિયાત કરતાં વધુ પાક પેદા કરે છે, જેને સરકાર ખરીદવા માગતી નથી. હાલ કેન્દ્ર સરકાર પાસે ઘઉંના બફર સ્ટોક કરતાં પણ વધુ સંગ્રહ થઈ ગયો છે. પંજાબ, હરિયાણામાં પાક વધુ થવાથી અનાજ ખુલ્લામાં પડયું રહે છે અને તે વરસાદમાં પલડી જતાં આ પાક બરબાદ થઈ જાય છે તેમજ સબસિડી આપવાના કારણે ખર્ચ વધવાથી આ પાકની નિકાસ પણ થઈ શકતી નથી.દેશમાં સોમવારથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યું છે. આ સત્રમાં સરકારે નવું વીજળી બિલ લાવવાની તૈયારી કરી છે. આ બિલથી વીજળી કંપનીઓને ખર્ચના આધારે ગ્રાહકો પાસેથી બિલ વસૂલવાની છૂટ મળી શકે છે. તેની સામે સરકાર રાંધણ ગેસની જેમ સ્લેબના આધારે ગ્રાહકોના ખાતામાં સીધી સબસિડી ટ્રાન્સફર કરશે. આ બીલથી દેશમાં વીજળી પ્રતિ યુનિટ ૫૦ પૈસા મોંઘી થવાની શક્યતા છે. કેન્દ્ર સરકાર સંસદના શિયાળુ સત્રમાં નવું વીજળી બીલ રજૂ કરશે. આ બિલ મારફત સરકાર વીજળી ચોરી પર અંકુશ લાવવા આકરા પગલાં લેશે. આ માટે વીજળીના મીટર લગાવવા ફરજિયાત કરાશે. હાલ મહારાષ્ટ્રમાં ૧૫ લાખ કૃષિ ગ્રાહકો એવા છે, જેમને મીટર વિના જ વીજળી અપાય છે અને તેમને સરેરાશ બિલ અપાય છે. નવો કાયદો અમલમાં આવતા વીજળી પ્રતિ યુનિટ ૫૦ પૈસા મોંઘી થવાની શક્યતા છે. નવા બિલ મારફત સરકાર ખાડામાં ગયેલી વીજળી કંપનીઓને બહાર લાવવા માગે છે. હાલ વીજવિતરણ કંપનીઓનું નુકસાન ૫૦,૦૦૦ કરોડ રૂપિયાને પાર થઈ ગયું છે. ડિસ્કોમ પર કંપનીઓનું એરિયર્સ અંદાજે ૯૫,૦૦૦ કરોડ રૂપિયા છે. ડિસ્કોમને સરકાર તરફથી સબસિડી મળવામાં વિલંબ થાય છે, જેથી વિદ્યુત વિતરણ કંપનીઓ મુશ્કેલીમાં મુકાય છે. હાલબધા જ વીજગ્રાહકો સબસિડીને પાત્ર છે, પરંતુ આગામી સમયમાં સરકાર રાંધણ ગેસની જેમ હવે વીજળીમાં પણ સબસિડી જરૂરિયાતમંદો સુધી મર્યાદિત રાખવા માગે છે. પરિણામે નવા બિલમાં સ્લેબના આધારે સબસિડી સીધી ગ્રાહકોના ખાતામાં જ જમા કરવાની સરકારની યોજના છે.

 

Coriander Festive Price Rally ધાણામાં તહેવારોની તેજીથી રોકાણકારોને મોટો લાભ વાયદા અને હાજર બજારમાં ભાવ ઉછળ્યા, એક મહિનામાં ૨૦ ટકા સુધી ઊંચું વળતર
Flight Ticket Prices New Rules તહેવારોમાં ફ્લાઇટ ટિકિટોના આસમાને પહોંચતા ભાવોમાંથી રાહત નહીં! સરકારે હાથ અદ્ધર કર્યા જાણો કેમ સામાન્ય દિવસોમાં નહીં મુકાય એરફેર કેપ?
India GDP Growth “ચીનથી વિમુખ થતી કંપનીઓ માટે ભારત પહેલી પસંદ, પરંતુ…” વૈશ્વિક અર્થશાસ્ત્રીએ ભારતીય અર્થતંત્રના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે મૂકી આ મોટી શરત..
SBI Home Loan Interest Rate Hike તહેવારોની ખુશીઓ વચ્ચે મોટો આંચકો! SBI ની હોમ લોન થઈ મોંઘી જાણો તમારા માસિક EMI પર દર મહિને કેટલો બોજ વધશે?
Exit mobile version