Site icon News Continuous Bureau | Mumbai

ઝોમેટોની શૅરબજારમાં ધમાકેદાર એન્ટ્રી : ૫૩%ના જોરદાર પ્રીમિયમ સાથે લિસ્ટ થયો, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૩ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Channel

શુક્રવાર

ઝોમેટોએ આજે શૅરબજાર પર ધમાકેદાર એન્ટ્રી કરી છે. કંપનીએ ૭૬ રૂપિયાનો IPO બહાર પાડ્યો હતો અને આજથી એ શૅરબજારમાં લિસ્ટ થવાનો હતો. આજે શૅરબજાર ખૂલતાંની સાથે ઝોમેટોનો શૅર ૫૩% જબરદસ્ત પ્રીમિયમ સાથે ૧૧૬ રૂપિયાના ભાવે ખૂલ્યો હતો. આ સાથે જ કંપનીની માર્કેટ કૅપિટલ એક લાખ કરોડ થઈ ગઈ હતી.

ટ્રેડિંગ શરૂ થયાના પ્રથમ કલાકમાં જ કંપનીના શૅરની પ્રાઇસ લિસ્ટિંગના 53 ટકાથી 81 ટકા એટલે કે 138 રૂપિયા પ્રતિ શૅર સુધી પહોંચી હતી. ઝોમેટોએ 9,375 કરોડનો IPO લૉન્ચ કર્યો હતો. કૉલ ઇન્ડિયાના 15,199.44 કરોડના IPO બાદ ઝોમેટો દેશનો બીજો મોટો IPO હતો. માર્કેટમાં આ ભવ્ય એન્ટ્રી સાથે કંપનીએ પબ્લિક થનારો દેશનો પ્રથમ મેગા સ્ટાર્ટઅપ હોવાનો ઇતિહાસ બનાવ્યો છે.

થાણેમાં વેપારીઓની સરકારને જગાડવાની કવાયત : કલેક્ટર ઑફિસ બહાર વેપારીઓનાં જોરદાર વિરોધ પ્રદર્શન; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે ઝોમેટોનો IPO આવતાંની સાથે ત્વરિત ભરાઈ ગયો હતો. કંપનીના ફાઉન્ડર દીપેંદર ગોયલે લિસ્ટિંગ પહેલાં ટ્વીટ કરી કહ્યું હતું કે “અમે નથી જાણતા સફળતા મળશે કે નિષ્ફળતા પણ કંપની પોતાનું બેસ્ટ આપશે.”

MP Traders Observe No UPI Day આ રાજ્યમાં આજે UPI બંધ વેપારીઓએ QR કોડ કાળા કપડાથી ઢાંક્યા, ગ્રાહકોને ખિસ્સામાં રોકડ રાખવા અપીલ!
Sharad Pawar on Tata Group Clash ટાટા સન્સ વિરુદ્ધ ટાટા ટ્રસ્ટ્સ વિવાદ પર શરદ પવાર ચિંતિત; મતભેદો ઉકેલવા આપી આ સલાહ..
TRAI Telecom Tariff Order મોંઘા ડેટા બંડલિંગમાંથી મુક્તિ! TRAI નો કડક આદેશ; Jio, Airtel અને Vi એ લાવવા પડશે સસ્તા વૉઇસઓન્લી રિચાર્જ પ્લાન
LPG Aadhaar Biometric Authentication નકલી કનેક્શન પર સરકારનો મોટો પ્રહાર ઘરેલુ ગેસ સિલિન્ડર ધારકો માટે બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત, જાણો છેલ્લી તારીખ અને નિયમો
Exit mobile version