Site icon

ઑનલાઇન ફૂડ ડિલિવરી કરનારી આ કંપની ઝુકાવશે હવે કરિયાણાની હોમ ડિલિવરીના વ્યવસાયમાં, વેપારીઓ માટે વધુ એક મરણતોલ ફટકો, વેપારીઓએ પોતાની જાતને અપગ્રેડ કરવાની જરૂર હોવાનો વેપારીઓનો મત; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 10 જુલાઈ, 2021

Join Our WhatsApp Community

શનિવાર 

ઑનલાઇન ઘરબેઠાં ફૂડ ડિલિવરી દેશની અગ્રણી કંપની ઝોમેટો હવે ઑનલાઇન ગ્રોસરીના વ્યવસાયમાં એન્ટ્રી કરી રહી છે. આગામી દિવસોમાં કરિયાણાના રિટેલ વેપારીઓના વેપારને હજી વધુ એક મરણતોણ ફટકો પડવાનો છે, ત્યારે હવે વેપારીઓએ પણ પોતાના ગ્રાહકો જાળવી રાખવા સમયની સાથે પોતાની જાતને અપગ્રેડ કરવાની જરૂર હોવાનું રિટેલ-હોલસેલ સાથે સંકળાયેલા વેપારીઓનું કહેવું છે.

ગયા વર્ષે લૉકડાઉન દરમિયાન રેસ્ટોરાં બંધ હતી ત્યારે ઑનલાઇન ફૂડ સપ્લાય કરનારી ઝોમેટોએ ગ્રાહકોને ગ્રોસરી કરિયાણુ ઘર સુધી પહોંચાડ્યું હતું. જોકે રેસ્ટોરાં ફરી ચાલુ થતાં તેઓ ફરી પોતાના મૂળ વ્યવસાય ફૂડ ડિલિવરીમાં લાગી ગયા હતા. જોકે ભારતીય બજારમાં ગ્રોસરી બજારમાં રહેલી તકને જોતાં તેઓએ હવે ફરી ઑનલાઇન ગ્રોસરી વ્યવસાયમાં ઝુકાવવાનો નિર્ણય લીધો હોવાનું ઝોમેટો કંપનીએ સત્તાવાર રીતે જાહેર કર્યું છે. જોકે તેમના આ નિર્ણયને પગલે પહેલાંથી કોરોનાની કારણે આર્થિક રીતે ખખડી ગયેલા વેપારીઓ માટે વધુ અડચણો ઊભી થવાની છે.

ગ્રેન, રાઇસ ઍન્ડ ઑઇલસીડ્સ મર્ચન્ટ ઍસોસિયેશન (ગ્રોમા)ના પ્રેસિડેન્ટ શરદ મારુએ જણાવ્યું હતું કે વેપારીઓ પહેલાંથી ખતમ થઈ ગયા છે. ધંધો ઓછો છે, એમાં હવે કૉમ્પિટિશન વધી રહી છે. વેપારીઓને બજારમાં ટકી રહેવું મુશ્કેલ થઈ ગયું છે. ઑનલાઇન વ્યવસાય કરનારી કંપનીઓને મોટી મોટી કંપનીઓનું પીઠબળ હોય છે એટલે તેઓ ટકી જતી હોય છે. જ્યારે વેપારીઓ નાના સ્તરે ધંધો કરતા હોય છે, પરંતુ હવે ડિજિટલ યુગ આવી ગયો છે. હવે વેપારીઓએ પણ બજારમાં ટકી રહેવું હોય તો ડિજિટલ પગલાં તરફ વળવું જ પડશે. પરિવર્તન દુનિયાનો નિયમ છે. વેપારીઓએ હવે પોતાની જાતને કેળવવી પડશે અને તેમને પણ ડિજિટલ વેપાર કરતાં શીખવું જ પડશે. અન્યથા બધી રીતે ખતમ થઈ જશે.

કેન્દ્ર સરકારના આ નિર્ણયને પગલે NCPના સર્વેસર્વા શરદ પવાર ચિંતિત, આગામી દિવસોમાં મુલાકાત કરશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની; જાણો વિગત

APMCમાં મૂડીબજારમાં હોલસેલ અને રિટેલ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી મહેન્દ્રભાઈ ભદ્રાએ જણાવ્યું હતું કે ઑનલાઇન કંપનીઓ સસ્તો માલ આપવાની લોભામણી જાહેરાત આપતી હોય છે. એટલે ગ્રાહકો તેમની તરફ ખરીદી કરવા ખેંચાતા હોય છે. હવે માર્કેટમાં ટકી રહેવા માટે વેપારીઓએ પણ ડિજિટલ માર્ગ તરફ વળવું જ પડશે. જોકે મોટા ભાગના કરિયાણાના વેપારીઓ અને તેમને ત્યાં કામ કરનારા એટલા બધા શિક્ષિત કે ડિજિટલ નિષ્ણાત નથી હોતા. એથી તેમના માટે ડિજિટલી વ્યવસાય કરવો અઘરું થઈ રહ્યું છે. જોકે હવે બજારમાં ટકવા પોતાના વ્યવસાયને બચાવવા માટે તેમણે પોતાની જાતને અપગ્રેડ કરવી જ પડશે.
અહીં ઉલ્લેખનીય છે ગ્રોસરી ડિલિવરીના વ્યવસાયમાં ઝુકાવનારી જાહેરાત કરનારી ઝોમેટો પહેલા તબક્કામાં ગયા વર્ષે એપ્રિલમાં લૉકડાઉન દરમિયાન દેશનાં 80 શહેરોમાં ઑનલાઇન કરિયાણાની ડિલિવરી કરવાનું ચાલુ કર્યું હતું. ઝોમેટોના પ્રવક્તાના કહેવા મુજબ ઑનલાઇન વેચાણ કરનારી ગ્રોસરીના વ્યવસાયમાં રહેલી ગ્રોફર કંપનીમાં હાલ તેઓનો 9.3 ટકા હિસ્સો છે, જે લગભગ 100 મિલિયન ડૉલર જેટલું રોકાણ કહેવાય છે.

Donald Trump: ટ્રમ્પે આપ્યો મોટો ઝટકો, હવે લાગશે 100 ટકા ટેરિફ, આ દિવસથી થશે લાગુ.
Donald Trump: ટ્રમ્પના એક એલાનથી… ભારતીય બજારમાં હાહાકાર, આ ફાર્મા કંપનીઓના તીવ્રતાથી ઘટ્યા.
Ashok Leyland: ભારતમાં બેટરી ક્રાંતિની તૈયારી, હિન્દુજા ગ્રુપ ની મુખ્ય કંપની એ આ ચાઈનીઝ કંપની સાથે ભાગીદારી કરી.
PM Modi: ઉત્તર પ્રદેશ ઇન્ટરનેશનલ ટ્રેડ શો માં PM મોદીએ મેક ઈન ઇન્ડિયા પર ભાર આપતા કહી આવી વાત .
Exit mobile version