ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
01જાન્યુઆરી 2021
બે ની લડાઈમાં ત્રીજો ફાવે.. જેવો જ હાલ આજકાલ ભારતીય ટેલિકોમ કંપનીઓના છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીની ટેલીકોમ કંપની જીયોના એક નિર્ણયથી સુનીલ મિત્તલની એરટેલ કંપનીને મોટું નુકસાન થયું છે.
અગાઉ સતત બે મહિનાથી વધુને વધુ ગ્રાહકોને જોડવાના મામલે એરટેલે જીયોને પછાડી, છેલ્લા 4 વર્ષમાં પહેલી વખત એરટેલ જીયોથી આગળ નીકળી ગયું હતું. ગઇકાલે જીયોએ આચાનક અન્ય નેટવર્ક પર વોઇસ કોલિંગનો ચાર્જ રદ કરતા એરટેલને ફટકો પડ્યો છે. જીયોએ ભારતભરમાં તેના નેટવર્કથી અન્ય નેટવર્ક પરની તમામ કોલ એક જાન્યુઆરીથી ફ્રી કરી દીધાં છે.
રિલાયન્સ જીયોની જાહેરાત બાદ હરિફ કંપની એરટેલના શેરમાં મોટું ગાબડુ પડ્યું છે. ગુરુવારે સેન્સેક્સમાં એરટેલના ભાવમાં 1.29 ટકાનો ઘટાડો નોંધાયો. તેના શેર 509.30 રૂપિૉયા પર બંધ થયાં.
