Site icon

ઓહોહો! મુંબઈ શહેરમાં ૧૦૩ કરોડ રૂપિયાનો ફ્લૅટ અને એમ છતાંય ખરીદારોની કમી નહીં; જાણો વિગત..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૫ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

રાજ્ય સરકારે જાહેર કરેલી સ્ટૅમ્પ ડ્યુટીની છૂટનો લાભ ઘણા મોટા રોકાણકારોએ લીધો છે. છૂટછાટને કારણે શહેરના સ્થાવર મિલકત ક્ષેત્રે કરોડો રૂપિયાના સોદા થયા છે. પુણે સ્થિત બિલ્ડરે દક્ષિણ મુંબઈના નેપિયન્સી રોડ પર ડુપ્લેક્સ ફ્લૅટ ખરીદ્યો છે. આ ફ્લૅટની કિંમત ૧૦૩.૮ કરોડ રૂપિયા છે.

આ મિલકતનું ક્ષેત્રફળ 7118 ચોરસફૂટ છે. એમાં ટેરેસ 3507 ચોરસફૂટનો વિસ્તાર ધરાવે છે. આ સોદામાં 3 કરોડ 40 લાખ રૂપિયાની સ્ટૅમ્પ ડ્યુટી રાજ્ય સરકારને ચૂકવવામાં આવી છે. ઉપરાંત પાંચ પાર્કિંગ પણ આમાં સામેલ છે. રાજ્ય સરકારે જાન્યુઆરી 2021 અને માર્ચ 2021 દરમિયાન સ્ટૅમ્પ ડ્યુટી 5 ટકાથી ઘટાડીને 3 ટકા કરી દીધી હતી. સરકારે ટ્રાન્ઝેક્શનની નોંધણીને પછીથી મંજૂરી પણ આપી દીધી હતી. આનાથી રિયલ એસ્ટેટ ક્ષેત્રને વેગ મળ્યો હતો.

મુંબઈ મહાનગરપાલિકાની પૉલિસીથી નારાજ વેપારી આલમે લખ્યો મુખ્ય પ્રધાનને રાહત આપવાની માગણી કરતો પત્ર ઑક્સિજન બેડની ઑક્યુપેન્સી રેટ તથા કોરોના પૉઝિટિવિટી રેટ ઘટ્યા બાદ પણ મુંબઈ લેવલ 3માં જ કેમ? વેપારીઓનો સરકારને સવાલ; જાણો વધુ વિગત

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી અને એને કારણે લાગેલા લૉકડાઉનમાં અનેક લોકો નાણાકીય ભીડમાં સપડાયા છે, પરંતુ મહાનગર મુંબઈમાં રોકાણકારોએ આટલી મોટી રકમનું રોકાણ કર્યું છે. ઉપરાંત એ જ ટાવરમાં બીજી પણ એક મોટી ડીલ થઈ હતી. આ સોદાની કિંમત 103.65 કરોડ રૂપિયા છે.

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version