Site icon News Continuous Bureau | Mumbai

Union Budget 2024: કૌશલ્યવર્ધન માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત નવી યોજનાની પ્રધાનમંત્રી પેકેજ હેઠળ ચોથી યોજના તરીકે જાહેરાત

Union Budget 2024: 5 વર્ષના ગાળામાં 20 લાખ યુવાનોને કૌશલ્ય પ્રદાન કરવામાં આવશે. 1,000 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને અપગ્રેડ કરવામાં આવશે. મોડલ સ્કિલ લોન યોજનાને સુધારવામાં આવશે, જેથી રૂ. 7.5 લાખ સુધીની લોનને સરળ બનાવી શકાય; આ કદમથી દર વર્ષે 25,000 વિદ્યાર્થીઓને મદદ મળશે તેવી અપેક્ષા

A new Central Government sponsored scheme for skill enhancement announced as the fourth scheme under the Pradhan Mantri package

A new Central Government sponsored scheme for skill enhancement announced as the fourth scheme under the Pradhan Mantri package

 News Continuous Bureau | Mumbai

Union Budget 2024: કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે ( Nirmala Sitharaman ) રાજ્ય સરકારો અને ઉદ્યોગોના સહયોગમાં કૌશલ્યવર્ધન ( Skill development ) માટે પ્રધાનમંત્રી પેકેજ હેઠળ ચોથી યોજના સ્વરૂપે કેન્દ્ર સરકાર ( Central Government ) પ્રાયોજિત નવી યોજનાની જાહેરાત કરી છે. નાણાં મંત્રીએ આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2024-25 રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે, 5 વર્ષના ગાળામાં 20 લાખ યુવાનોને કૌશલ્ય પ્રદાન કરવામાં આવશે અને 1,000 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને કેન્દ્રમાં અપગ્રેડ કરવામાં આવશે અને પરિણામલક્ષી અભિગમ સાથેની વ્યવસ્થાઓ પર ચર્ચા કરવામાં આવશે. નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે કોર્સ કન્ટેન્ટ અને ડિઝાઇન ઉદ્યોગની કૌશલ્ય જરૂરિયાતો સાથે સુસંગત હશે અને ઉભરતી જરૂરિયાતો માટે નવા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવશે.

Join Our WhatsApp Channel

સ્કિલિંગ લોનના ( Skilling Loan ) સંબંધમાં નાણાં મંત્રીએ જાહેરાત કરી હતી કે, મોડલ સ્કિલ લોન સ્કીમમાં ( Model Skill Loan Scheme ) સુધારો કરીને સરકારી પ્રમોટેડ ફંડમાંથી ગેરંટી સાથે 7.5 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. આ પગલાથી દર વર્ષે 25,000 વિદ્યાર્થીઓને મદદ મળશે તેવી અપેક્ષા છે.

આ સમાચાર પણ વાંચો  :  Mumbai: મુંબઈમાંથી ગુજરાતી વેપારીના અપહરણ બાદ પોલીસે આટલા જ કલાકમાં વેપારીને પુણેથી બચાવી લીધો, ત્રણની ધરપકડ.. જાણો વિગતે..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Tata Sons AGM Extension ટાટા સન્સની વાર્ષિક સામાન્ય સભા હવે ક્યારે? કોરમના અભાવે બેઠક ટળ્યા બાદ ROCએ આપી ૩ મહિનાની છૂટ
BRICS Summit India Agenda બ્રિક્સ મંચ પર ભારતનો પાવર શો સપ્લાય ચેઇનની મજબૂતી અને લોકલ કરન્સીમાં વેપાર માટે તૈયાર કર્યો મહત્ત્વપૂર્ણ રોડમેપ
Onion Price Hike રસોડાનું બજેટ ખોરવાયું ડુંગળી ₹૮૦ પાર, શું સરકાર મોંઘવારી રોકવામાં નિષ્ફળ રહી? જુઓ નવી યાદી
FSSAI Red Warning Label પેકેટ પર ‘લાલ નિશાન’ એટલે ખતરાની ઘંટી! સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ફૂડ પેકેજિંગના નિયમો બદલાયા
Exit mobile version