ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨ જુલાઈ ૨૦૨૧
શુક્રવાર
વેપારીઓની જૂની માગણી આખરે આજે કેન્દ્ર સરકારે સ્વીકારી છે. હવે રિટેલર્સ અને હોલેસેલ વેપારીઓને પણ માઇક્રો, સ્મૉલ ઍન્ડ મીડિયમ ઇન્ડસ્ટ્રી MSMEની વ્યાખ્યામાં આવરી લેવાયા છે. આ પગલાને કારણે વેપારીઓ માટે આજે સોનાનો સૂરજ ઊગ્યો છે. હવે MSME અંતર્ગત મળતા લાભથી વ્યાપારને નવો વેગ મળશે.
હવે વેપારીઓ પણ કેન્દ્ર સરકાર દ્વારા MSME અંતર્ગત આપવામાં આવતા કોલેટરલ-મુક્ત લોન લાભ મેળવી શકશે. ઉપરાંત બજાર કરતાં ઓછા વ્યાજદરે લોન ઉપલબ્ધ થતાં, ખાસ કરીને નાના વ્યાપારીઓને ફાયદો થશે. આ ફાયદાને કારણે લિક્વિડિટી વધશે અને નાના વેપારીઓ પણ વૉલ્યુમ બેઝ્ડ કામ કરી શકશે જેનાથી વેપારને ગતિ મળશે. નાના વેપારીઓની હોલ્ડિંગ ક્ષમતા વધશે.
જાણો MSMEમાં સામેલ થવાને કારણે વેપારીઓને શું બે લાભ થશે?
આ સંદર્ભે વાત કરતાં ફેડરેશન ઑફ રિટેલ ટ્રેડર્સ ઍસોસિયેશનના પ્રેસિડેન્ટ વિરેન શાહે ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “સરકારના આ પગલાથી નાના વેપારીઓ માટે લોન મેળવવી ખૂબ જ સરળ બની છે અને હવે નવો ધંધો શરૂ કરવાની પણ તક મળશે.”