ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૬ જુલાઈ, ૨૦૨૧
શુક્રવાર
જૂન મહિનામાં 96.99 કરોડ ડૉલરના સોનાની આયાત કરવામાં આવી હતી. એપ્રિલ-જૂન ૨૦૨૧ના ત્રિમાસિક ગાળામાં લગભગ ૭૮૮.૮૦ કરોડ ડૉલરનું સોનું દેશમાં આયાત કરાયું હતું. મે મહિનામાં લગભગ 67.92 કરોડ ડૉલર સોનાની આયાત થઈ હતી. જે ગયા વર્ષે સમાન મહિનામાં થયેલી સોનાની આયાત કરતાં790% વધારે છે.
ગયા વર્ષે સમાન મહિનાની તુલનામાં આ વર્ષે જૂનમાં મૂલ્યના આધારે 59.34% સોનાની આયાત કરવામાં આવી છે. આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સોનાની આયાતમાં ગત વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાની તુલનામાં મૂલ્યની દૃષ્ટિએ જબરદસ્ત 1,046.79 ટકાનો વધારો થયો છે.
