Site icon

સબસીડી જોઈએ છે તો આ નિયમનું પાલન કરવું પડશે-સરકારે જાહેર કર્યો નવો નિયમ

News Continuous Bureau | Mumbai

વિવિધ સરકારી યોજનાના(Government schemes) માધ્યમથી નાગરિકોને સબસિડી(Subsidy) આપવામાં આવે છે. તેથી નાગરિકોને આ યોજનાઓનો લાભ મળે. પરંતુ હવે UIDAI દ્વારા એક પરિપત્ર(Circular) બહાર પાડવામાં આવ્યો છે, જે મુજબ સરકારી યોજનાઓ અને સબસિડીનો લાભ(Benefit of Subsidy) લેવા માટે આધાર કાર્ડ(Aadhaar Card) ફરજિયાત કરવામાં આવ્યું છે. આ પરિપત્ર તમામ રાજ્યોને જારી કરવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

નવા નિયમ મુજબ જો આધાર કાર્ડ ન હોય અથવા આધાર નોંધણી કરવામાં આવી ન થઈ હોય, તો આવી વ્યક્તિ અન્ય કોઈપણ દસ્તાવેજોના આધારે સબસિડીનો લાભ લઈ શકશે નહીં. જો કે, એવી માહિતી છે કે જે વ્યક્તિ પાસે આધાર કાર્ડ નથી તે આધાર કાર્ડ માટે નોંધણી કરાવ્યા પછી નોંધણીની રસીદના આધારે સબસિડીનો લાભ મેળવી શકે છે. પરંતુ જે વ્યક્તિ પાસે આધાર કાર્ડની રસીદ નથી તેને કોઈ સબસિડી નહીં મળે.

આ સમાચાર પણ વાંચો :  PF ખાતાધારકોને આટલા લાખનો મળશે લાભ- તે માટે કરવું પડશે આ કામ

બનાવટી દસ્તાવેજોના આધારે સબસિડી મેળવતા નાગરિકો માટે સરકારે આધાર કાર્ડનો નિયમ ફરજિયાત બનાવ્યો છે. એવું કહેવાય છે કે આનાથી યોગ્ય નાગરિકોને યોજનાઓનો લાભ મેળવવામાં મદદ મળશે. UIDAIએ કહ્યું કે આ નવો નિયમ સબસિડીમાં થતા ગેરઉપયોગ ને રોકવામાં મદદ કરશે.
 

Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version